સગીરાની જાતીય સતામણી કરવા બદલ યુવકની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં 14 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવા અને તેના પરિવારજનો સાથે ધક્કામુક્કી કરવા બદલ 25 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી સાગર વાઘને સગીરાનાં માતા-પિતાએ તેમની પુત્રીથી દૂર રહેવાનું કહ્યું હોવા છતાં સાગર જુલાઇથી સગીરાનો પીછો કરી રહ્યો હતો.
ભિવંડીમાં રહેતી સગીરા ગુરુવારે ઘરમાં એકલી હતી ત્યારે આરોપી ઘરે ઘૂસી આવ્યો હતો અને તેણે સગીરાને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.
દરમિયાન સગીરાનાં માતા-પિતા આરોપીના કૃત્ય વિશે પરિવારજનોને જાણ કરવા તેના ઘરે ગયા ત્યારે આરોપીએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.
સગીરાની માતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, એમ નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)