‘એમ બોલે છે જાણે તારા પર બળાત્કાર થયો હોય’: નેતાની જીભ લપસી
મુંબઈ: કોલકાતામાં ડૉક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાને લઇને આખા દેશમાં રોષનો જુવાળ છે ત્યારે મહારાષ્ટ્રના બદલાપુરમાં પણ શાળામાં ફક્ત સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીઓની જાતીય સતામણી થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના વિશે સમાચાર આપી રહેલી એક મહિલા પત્રકાર વિશે અણછાજતી અને અત્યંત હલકી કક્ષાની ટીપ્પણી બદલાપુરના એક નેતાએ આપી છે.
બદલાપુરના ભૂતપૂર્વ નગરાધ્યક્ષ વામન મ્હાત્રેએ આપેલા નિવેદનને કારણે ખાસ કરીને પત્રકારોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા મ્હાત્રેએ મહિલા પત્રકારને સંબોધીને કહ્યું હતું કે ‘તું તો એવી રીતે સમાચાર આપી રહી છે જેમ કે તારા પોતા પર બળાત્કાર થયો હોય’.
મળેલી માહિતી મુજબ મહિલા પત્રકાર બદલાપુરમાં થયેલી ઘટનાને વર્ણવી રહી હતી ત્યારે મ્હાત્રેએ તેના વિશે અણછાજતી ટીપ્પણી કરી હતી. એ દરમિયાન મ્હાત્રે પણ ત્યાં હતા અને તે પત્રકાર સાથે ઘટના વિશે વાતચીત કરી રહ્યા હતા. જોકે એ દરમિયાન તેમની જીભ લપસી અને તેમણે મહિલા પત્રકારને ઉક્ત શબ્દો કહ્યા હતા. મ્હાત્રેએ કરેલી આ ટીપ્પણી ઉપર લોકો તીવ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ખાસ કરીને પત્રકારો તરફથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સંવેદનશીલ પવ્યક્તિ છે, પરંતુ તમારા થાણે જિલ્લાના તમારા જ પક્ષના રાજકારણીઓ આ પ્રકારનું વર્તન કરતા હોય તો પણ લોકો કોની પાસે દાદ માગશે, તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.
Also Read –