આમચી મુંબઈ
વાહ !! યંગસ્ટરોની માનતી શોપિંગ સ્ટ્રીટ થઈ ચકાચક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ જ નહીં પણ દેશ-વિદેશથી આવતા પર્યટકોમાં પણ શોપિંગ માટે પ્રખ્યાત એવી દક્ષિણ મુંબઈની ફેશન સ્ટ્રીટ પરિસર હવે સ્વચ્છ અને ચકાચક થઈ ગયો છે. આ પરિસરની સફાઈ અત્યાધુનિક રોડ જેટ ક્લિનિંગ મશીનની મદદ કરવામાં આવી રહી છે.
મુંબઈ મહાનગરમાં હાલ ચાલી રહેલી મેગા ‘ડીપ ક્લીન’ ઝુંબેશ હેઠળ રોડ જેટ ક્લિનિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ દક્ષિણ મુંબઈના પ્રખ્યાત ફેશન સ્ટ્રીટમાં રસ્તાઓની સફાઈ કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક જ વખતમાં રસ્તા સ્વચ્છ અને ત્યારબાદ ગાળ અને પાણી શોષી લેવાની ક્ષમતાને કારણે આ મશીન બહુ ઉપયોગી સાબિત થયું છે.