પત્નીને ઠપકો આપવા બદલ નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા

નાગપુર: નાગપુરમાં પત્નીને ઠપકો આપવા બદલ નાના ભાઇએ મોટા ભાઇની બેરહેમીથી મારપીટ કરતાં તેનું મૃત્યુ થયું હતું.
નાગપુરના હિંગણા વિસ્તારમાં રવિવારે આ ઘટના બની હતી. ગોવિંદ ચૌખે (25)ની તેના મોટા ભાઇ કિસન ચૌખે (36) સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બંને ભાઇઓ તેમના પરિવાર અને માતા સાથે એક જ ઘરમાં રહેતા હતા.
કૌટુંબિક બાબતોને લઇ કિસને ગોવિંદની પત્નીને ઠપકો આપ્યો હતો, જેને પગલે બંને ભાઇ વચ્ચે બોલાચાલી થઇ હતી.
રોષે ભરાયેલા ગોવિંદે કિસનની બેરહેમીથી મારપીટ કરી હતી, જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને તેને સારવારાર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : નાગપુરમાં ગુંડાઓનો આતંક, રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી દારૂની બોટલો લુંટી ગયા
હિંગણા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે એડીઆર દાખલ કરાયો હતો, પણ બુધવારે આવેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ગંભીર ઇજાને કારણે કિસનનું મૃત્યુ થયું હોવાનું સામે આવતાં પોલીસે પૂછપરછ માટે ગોવિંદને તાબામાં લીધો હતો અને ગોવિંદે ગુનો કબૂવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ