શરદ પવારને છોડવા બદલ નાના ભાઈએ અજિત પવારની કરી ટીકા, જાણો ‘વાઈરલ’ સત્ય?
પુણેઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક શરદ પવારનો પક્ષ છોડવા બદલ તેમની ટીકા કરતો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં શ્રીનિવાસ પવારે (૬૦) બારામતીના કાટેવાડી ગામના રહેવાસીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે એનસીપીના સ્થાપક સારા અને ખરાબ સમયમાં અજિત પવાર સાથે ઊભા હતા. શરદ પવારે અજિત પવારના નિર્ણયોનું સમર્થન કર્યું હતું.
તેમને ચાર વખત ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા અને ૨૫ વર્ષ સુધી પ્રધાન પણ બનાવ્યા હતા અને આવા પરોપકારી વ્યક્તિની વૃદ્ધાવસ્થા વિશે ખરાબ બોલવું “અયોગ્ય” છે, જ્યારે અમે (શ્રીનિવાસ અને અજિત પવાર) વિભાજન પછી વાત કરી, ત્યારે મેં તેમને કહ્યું કે તમે બારામતી વિધાનસભા બેઠક પર લડવાનું ચાલુ રાખો અને અહીંથી લોકસભાની ચૂંટણી (શરદ) પવાર સાહેબના નેતૃત્વમાં લડવામાં આવશે,” શ્રીનિવાસ પવારને કહેતા સાંભળી શકાય છે.
શરદ પવાર ૮૩ વર્ષના હોવાને કારણે એનસીપીના સ્થાપકને છોડવા તૈયાર ન હોવાનું ભારપૂર્વક જણાવતા શ્રીનિવાસ પવારે જણાવ્યું હતું કે તેમના કેટલાક મિત્રોએ તેમને અજિત પવારની સાથે રહેવાની સલાહ આપી હતી “કેમ કે ભવિષ્ય તેમની સાથે છે” સંજોગવશાત અજિત પવારે ઘણી વખત વરિષ્ઠ પવારની ઉંમર વિશે વાત કરી છે અને તેમને નિવૃત્ત થવા અને એનસીપીનું નેતૃત્વ આગામી પેઢીને સોંપવા કહ્યું છે.
તેમણે ડેપ્યુટી સીએમ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિ (શરદ પવાર)ને નિવૃત્ત થવા અને ઘરે રહેવાનું કહેવાની હિંમત કેવી રીતે કરી શકે? મને આવા વ્યક્તિ પસંદ નથી.” જેમ દરેક દવાની એક્સપાયરી ડેટ હોય છે તેમ દરેક સંબંધની પણ એક્સપાયરી ડેટ હોય છે. તેને એક્સપાયરી તરીકે ધ્યાનમાં લો અને જીવનમાં આગળ વધો.
તેમણે જુલાઈથી પાર્ટી અને તેના પ્રથમ પરિવારને અસર કરતી ઘટનાઓ વિશે કહ્યું હતું મને આવા કાકા મળવાથી ખૂબ આનંદ છે. પક્ષ અને પરિવારમાં તિરાડ એ “પવાર સાહેબનું નામ સમાપ્ત કરવા માટે ભાજપ અને આરએસએસનું ષડયંત્ર” હોવાનું જણાય છે. કોઈએ એવું ન માનવું જોઈએ કે તે વૃદ્ધ છે માટે નબળા છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.