નગ્ન કર્યા બાદ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા: દોઢ વર્ષે મુખ્ય આરોપી પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નગ્ન કર્યા બાદ ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા: દોઢ વર્ષે મુખ્ય આરોપી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ભાયંદરમાં ચોર સમજીને નગ્ન કર્યા બાદ ચાકુના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરવાના કેસમાં દોઢ વર્ષથી ફરાર મુખ્ય આરોપી અંબરનાથમાં પકડાયો હતો.

મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ રામુ ઉર્ફે રામકેશ દૂધનાથ યાદવ (27) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને નવઘર પોલીસના તાબામાં સોંપાયો હતો.

આપણ વાંચો: મલાડમાં ચાકુના ઘા ઝીંકી પત્નીની હત્યા:પતિનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ…

પોલીસના જણાવ્યા મુજબ હત્યાની ઘટના પાંચમી ફેબ્રુઆરી, 2024ની સવારે બની હતી. ભાયંદર પૂર્વમાં સાધુરામ હોટેલ નજીકના જાહેર શૌચાલય પાસેની ગલીમાંથી પસાર થનારા રિતેષ કાવળે (25)ને યાદવ અને તેના સાથીઓએ પકડી પાડ્યો હતો. ચોર સમજીને તેને ફટકારવામાં આવ્યો હતો.

બાદમાં બામ્બુથી મારી તેને નગ્ન કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકતાં કાવળેનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે નવઘર પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી યાદવ ફરાર થઈ ગયો હતો.

ધરપકડથી બચવા યાદવ પોતાની ઓળખ છુપાવી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અલગ અલગ પરિસરમાં સંતાતો ફરતો હતો. હાલમાં તે અંબરનાથમાં મજૂરી કરતો હતો. દાઢી-મૂછની સાથે માથાના વાળ પણ તેણે કપાવી નાખ્યા હતા, જેથી પોલીસ તેને ઓળખી ન કાઢે. પોલીસે યાદવની ઓળખ મેળવી તેને તાબામાં લીધો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button