આમચી મુંબઈ

સાવધાન! આજથી દરિયામાં પાંચ દિવસ મોટી ભરતી

ચોમાસાની સૌથી મોટી ભરતી માટે અત્યારે તો યલો અલર્ટ જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજથી દરિયામાં પાંચ દિવસ મોટી ભરતી રહેવાની છે. ચોમાસાના ચાર મહિના દરમ્યાન ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી આ પાંચ દિવસની ભરતી સૌથી મોટી રહેવાની છે. ભરતી દરમ્યાન દરિયામાં મોજાં ૪.૭૫ મીટર સુધી ઊંચા ઉછળશે. દરિયામાં મોટી ભરતીની શક્યતા વચ્ચે જ હવામાન વિભાગે સોમવારથી ગુુરુવાર સુધીમાં મુંબઈ સહિત થાણે માટે યલો અલર્ટની ચેતવણી આપી હોઈ આ સમય દરમ્યાન ભારે વરસાદ પડયો તો મામૂલી વરસાદમાં પણ પાણી ભરાઈને મુંબઈ જળબંબાકાર થવાની શક્યતા છે.

આગામી બેથી ત્રણ દિવસ દક્ષિણ કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મુંબઈ સહિત થાણે માટે મંગળવાર અને ગુરુવાર માટે યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બુધવારના મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં મંગળવાર અને ગુરુવારે ભારે વરસાદ તો બુધવાર માટે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની ચેતવણી વચ્ચે મંગળવાર ૨૪ જૂનથી ૨૮ જૂન સુધી પાંચ દિવસ દરિયામાં મોટી ભરતી હોવાને કારણે ભરતીના સમય દરમ્યાન જો વરસાદનું જોર રહ્યું તો મુંબઈમાં પાણી ભરાઈ શકે છે, તેથી પાલિકા પ્રશાસન એલર્ટ થઈ ગઈ છે.

મંગળવાર, ૨૪ જૂનથી સળંગ ૨૮ જૂન, ૨૦૨૫ સુધી દરિયામાં મોટી ભરતી છે, જે ચોમાસાના ચાર મહિના દરમ્યાન સૌથી ભરતી છે. ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન કુલ ૧૯ વખત દરિયામાં મોટી ભરતી છે. મોટી ભરતી દરમ્યાન દરિયામાં મોજા સાડાચાર મીટર કરતા પણ વધુ ઊંચા ઉછળશે, જેમાં ચોમાસાની સૌથી મોટી ભરતી ગુુરુવાર ૨૬ જૂનના બપોરના ૧૨.૫૫ વાગે રહેશે. એ સમયે દરિયામાં મોજા ૪.૭૫ મીટરથી પણ ઊંચા ઉછળશે. ભરતી દરમ્યાન નાગરિકોને પણ દરિયા કિનારે જવાથી દૂર રહેવાની ચેતવણી પાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

મંગળવારે ૨૪ જૂનના સવારના ૧૧.૧૫ વાગે દરિયામાં ભરતી હશે એ સમયે મોજા ૪.૫૯ મીટર જેટલા ઊંચા ઉછળશે. બુધવાર ૨૫ જૂનના બપોરના ૧૨.૦૫ વાગે દરિયામાં ૪.૭૧ મીટર ઊંચા મોજા ઉછળશે. ગુરુવાર ૨૬ જૂનના બપોરના ૧૨.૫૫ વ વાગે દરિયામાં ૪.૭૫ મીટર ઊંચા મોજા ઉછળશે અને શુક્રવાર ૨૭ જૂનના બપોરના ૧.૪૦ વાગે ૪.૭૩ મીટર ઊંચા મોજા ઉછળશે અને શનિવાર ૨૮ જૂનના બપોરના ૨.૨૬ વાગે દરિયામાં ભરતી સમયે ૪.૬૪ મીટર ઊંચા મોજા ઉછળશે.

આ પણ વાંચો…ભાયંદર નજીક ક્ધટેઈનર સાથે ટકરાયા પછી ટૅન્કર ખાડીમાં પડ્યું: ડ્રાઈવરનું મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button