આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હજુ અઠવાડિયું પડશે મુશ્કેલી, જાણો કેમ?

જાણી લો આવતીકાલે બ્લોકને કારણે કેટલી ટ્રેનો રદ્દ થશે

મુંબઈઃ છેલ્લા એક મહિનાથી પશ્ચિમ રેલવે (Western Railway)માં પાંચમી અને છઠ્ઠી લાઈન નાખવાને કારણે લોકલ ટ્રેનોનું શેડયૂલ ખોરવાયું છે. હજુ પણ કામકાજ અંતિમ પણ મહત્ત્વના તબક્કામાં છે, તેથી અઠવાડિયાના અંત સુધી પ્રવાસીઓને (Passengers) ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.

આજે પણ લોકલ ટ્રેનોના સવારથી ધાંધિયા રહ્યા હતા. અમુક ટ્રેનોને રદ કરવાની સાથે શોર્ટ ટર્મિનેશન કરવાને કારણે સેંકડો પ્રવાસીઓને ટ્રેન વિના ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. વહેલી સવારના પીક અવરથી લઈને દિવસભર ટ્રેનો મોડી પડવાથી ટ્રેનોમાં ગીચતા વધી હતી, પરિણામે સિનિયર સિટીઝનથી લઈને વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. આ અંગે રેલવેએ કહ્યું હતું કે આજે લોકલ ટ્રેનો સ્પીડ રિસ્ટ્રિક્શનને કારણે પ્રવાસીઓને ધાંધિયાનો સામનો કરવો પડ્યો હતો. આવતીકાલે રાતથી લઈને બુધવારે સવાર સુધી લોકલ ટ્રેનોની સેવાને અસર થશે, જેમાં અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે, જે શુક્રવાર સુધી ચાલી શકે છે.

જોકે, ભીડને ઓછી કરવાના પ્રયાસરૂપે પશ્ચિમ રેલવેએ આજે સોશિયલ મીડિયા દ્વારા હાર્બર લાઇન પર વિશેષ ટ્રેન સેવાઓની જાહેરાત કરી હતી. અમે પ્લેટફોર્મ ૧ પરથી હાર્બર લાઇન પર ગોરેગાંવથી સીએસએમટી સુધી સવારે ૯.૨૫ વાગ્યે એક લોકલ ચલાવી હતી અને હાર્બર લાઇન પ્લેટફોર્મ ૨ પર ગોરેગાંવથી ચર્ચગેટ સુધી સવારે ૯.૨૦ વાગ્યે બીજી લોકલ ચલાવી હતી.

આવતીકાલે રાતના રામ મંદિર અને કાંદિવલી રેલવે સ્ટેશનો વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન નાખવાનું કામકાજ ચાલુ કરવામાં આવશે. આ કામકાજને કારણે ચોથી ઓક્ટોબર સુધી દરરોજ ૧૫૦થી ૧૭૫ ઉપનગરીય ટ્રેન સેવાઓ રદ થવાની ધારણા છે, જ્યારે સ્પીડ પરના રિસ્ટ્રિક્શનો ધીમે ધીમે હટાવવામાં આવશે.

પશ્ચિમ રેલવેએ આ અંગે આજે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે પશ્ચિમ રેલવેના દૈનિક મુસાફરોએ ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે ઝડપના નિયંત્રણોને કારણે સોમવાર અને શુક્રવાર (૩૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર) વચ્ચે વિલંબનો સામનો કરવો પડશે. આ બાબત બંને નવી રેલ લાઇન નાખવા માટે જરૂરી છે, તેથી લોકલ ટ્રેનોની મૂવમેન્ટ વધુ ઝડપી અને ટેક્નિકલ મુશ્કેલીઓ વિના થશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો.

આ પણ વાંચો: બ્લોક એલર્ટઃ પશ્ચિમ રેલવેમાં આવતીકાલે હાથ ધરાશે મેજર બ્લોક

છેલ્લા એક મહિનામાં રેલવે સત્તાવાળાઓએ નોંધપાત્ર ફેરફારો હાથ ધર્યા છે, જેમાં તમામ ચાર રેલવે લાઇનને પશ્ચિમ તરફ ખસેડવામાં આવી છે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય બહારગામની ટ્રેનો માટે અપ અને ડાઉન ટ્રેક માટે બે લાઇન અલગ કરવાનો છે, જે અસરકારક રીતે ઉપનગરીય ટ્રેનોને લાંબા-અંતરની સેવાઓથી અલગ કરશે. ₹૯૩૦ કરોડના મૂલ્યના આ પ્રોજેક્ટથી રેલવે નેટવર્કની ક્ષમતામાં વધારો થવાની અને એકવાર પૂર્ણ થયા પછી એકંદર સેવા કાર્યક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા છે.
બ્લોકને કારણે લોકલ ટ્રેનો દિવસભર મોડી પડી હતી. અનેક લોકલ ટ્રેનોને ડાઈવર્ઝન આપવાની સાથે દાદરમાં રદ કરવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, પરંતુ એનો રેલવેએ કોઈ ઉલ્લેખ કર્યો નહોતો, એમ બોરીવલીના રહેવાસી વિપુલ પાંડેએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત