યાત્રીગણ કૃપયા ધ્યાન દે… Borivali-Churchgate વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે WRએ કરી મહત્ત્વની જાહેરાત…
મુંબઈઃલોકલ ટ્રેન મુંબઈની લાઈફલાઈન છે. દરરોજ લાખો પ્રવાસીઓ આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. પશ્ચિમ રેલવે દ્વારા Borivali-Churchgate વચ્ચે પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા Ram Mandir-Jogeshwari સ્ટેશન વચ્ચે એક બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા થઈ શકે છે.
પશ્ચિમ રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છઠ્ઠી અને સાતમી મેના દિવસે રામ મંદિર અને જોગેશ્વરી સ્ટેશન વચ્ચે રાતે 12 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી બ્લોક હાત ધરવામાં આવશે. જેને કારણે આ સમયગાળા દરમિયાન કેટલીક અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા આ અંગેનું ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું. આ નાઈટ બ્લોકને કારણે કેટલીક સ્લો લોકલ ટ્રેનો રામ મંદિર સ્ટેશન પર ઊભી નહીં રહે, એવું પણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
Attention Up line passengers traveling between Borivali & Churchgate (May 6th-7th 2024)⚠️
— DRM – Mumbai Central, WR (@drmbct) May 6, 2024
Due to a major block on the Up Slow line between Ram Mandir & Jogeshwari (00:00 – 04:00 hrs), Up Slow trains will be diverted to the Up Fast line from Goregaon to Andheri.
The following…
હંમેશા પ્રવાસીઓથી ખચ્ચોખચ્ચ રહેલી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની આરામથી મુસાફરી કરી શકે એ માટે રેલવે દ્વારા વિવિધ ઉપાયયોજના કરવામાં આવે છે, પણ તેમ છતાં લોકલ ટ્રેનની ભીડ કંઈ ઓછી થતી નથી. એમાં પણ દરરોજ કોઈને કોઈ કારણસર જો લોકલ ટ્રેન 10 મિનિટ પણ મોડી પડે તો આખું ટાઈમ ટેબલ ખોરવાઈ જાય છે મુંબઈગરાનું પણ અને રેલવેનું પણ…
મધ્ય રેલવે પર લોકલ ટ્રેનમાંથી પડી જતા બેના મૃત્યુ
લોકલ ટ્રેનોમાં સતત વધી રહેલાં ભીડને કારણે અકસ્માત થવાના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મધ્ય રેલવે મુંબ્રા સ્ટેશન નજીક પુલ પરની નીચે પડી જવાને કારણે એક પ્રવાસીનું મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં દિવા અનો કોપર સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાને કારણે એક યુવતીનું મૃત્યુ થયું હોવાની માહિતી પણ સામે આવી રહી છે.