આમચી મુંબઈ
વાહ!!દાદર સ્ટેશન બહારનો વિસ્તાર ફેરિયામુક્ત

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અનધિકૃત હોકર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે. દાદર રેલ્વે સ્ટેશન (પશ્ચિમ) વિસ્તારમાં શનિવાર, 29 જૂનના ‘ફેરીવાલમુક્ત પરિસર’ અભિયાન હેઠળ અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં ફેરિયાઓ પાસેથી સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ અનધિકૃત વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. આ કાર્યવાહીને કારણે દાદર વિસ્તારના રસ્તાઓએ રાહતનો શ્વાસ લીધો છે અને નાગરિકો, રાહદારીઓ અને મુસાફરોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને આવકારી છે.