વાહ! સાંકડી ગલીઓ સાફ કરવા BMC આ વાહનનો ઉપયોગ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના મુખ્ય રસ્તાઓની સાથે જ સાંકડી ગલીઓ તેમ જ અંદરના રસ્તાઓની સફાઈ કરવા પણ હવે શક્ય બનવાની છે. મુંબઈના જે ઠેકાણે મનુષ્યબળ વાપરીને સફાઈ કરવી શક્ય નથી તેવી જગ્યાએ યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ કરીને કચરો ભેગો કરવા માટે વેહીકલ માઉન્ટેડ લિટર પિકર મશીનનો ઉપયોગ કરવામાં આવવાનો છે, જે હેઠળ ૨૧ વાહનોનો સમાવેશ BMCના ઘનકચરા વિભાગમાં કરવામાં આવ્યો છે.
મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશ હેઠળ જુદા જુદા વિસ્તારમાં સફાઈ કરવામાં આવી રહી છે, જેમાં મુખ્ય રસ્તાઓની સાથે જ ગલીઓમાં પણ સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ ઝુંબેશ માટે અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવાનો BMC કમિશનર ઈકબાલસિંહ ચહેલ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં મેકેનિકલ પાવર સ્વિપિંગ, અંડર ગ્રાઉન્ડ કચરાપેટી, કૉમ્પૅક્ટર વાહનો વગેેે જેવા નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી સફાઈ કરવા પાલિકા માગે છે. તેના ભાગરૂપે વેહીકલ માઉન્ટેડ લિટર પિકર મશીન સાંકડી ગલીઓ માટે ઉપયોગી સાબિત થયું છે. તેથી હવે આ મશીનની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
BMC ઘનકચરા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ BMC દ્વારા દૈનિક સ્તરે રસ્તા અને ફૂટપાથ સાફ કરવામાં આવે છે. તે માટે મોટા પ્રમાણમાં મનુષ્યબળ વાપરવામાં આવે છે. પરંતુ અમુક વખતે અત્યંત સાંકડી ગલી અને જગ્યામાં સફાઈ કરવામાં મર્યાદા આવી જાય છે. એવી જગ્યામાં વેહીકલ માઉન્ટેડ લિટર પીકર મશીનનો ઉપયોગ કરવામાં આવવાનો છે. આ મશીનનો ઉપયોગ વિવિધ પ્રકારના કચરા ભેગા કરવા માટે થવાનો છે, જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, કાળ, ધૂળ, માટી, કાચના ટુકડા, બોટલ, કૅન, નાળિયેર, તરતો કચરો ભેગો કરવા ઉપયોગી સાબિત થવાનો છે. વેક્યુમ સેક્શન પદ્ધતિએ આ મશીન કચરો ભેગો કરવાનું કામ કરે છે. ખુલ્લી પાઈપલાઈન, સાંકડા રસ્તા જેવા ઠેકાણે આ મશીન ઉપયોગી સાબિત થશે. ખેંચી લીધેલા કચરાને ભેગો કરવા માટે( કલેકશન હૉપર) જમા કરવું શક્ય બનશે.

આ મશીનનો ઉપયોગ એ ખુલ્લી જગ્યા પરના કચરાને ઝડપથી ઓછા સમયમાં ભેગો કરવા માટે તેમ જ પરિસરને સ્વચ્છ કરવા માટે શક્ય છે. આ મશીનથી સૂકો અને ભીનો કચરો એમ બંને કચરો ઉપડવાની ક્ષમતા છે. લગભગ ૧૪૨૦ લિટર જેટલો કચરો ભેગો કરવાની ક્ષમતા મશીનમાં છે. કચરો ભેગો કરવા માટે પાઈપની લંભાઈ ૯.૩ ફૂટ લાંબી છે. તેમ જ ૨૪૦ ડિગ્રી જેટલું ફરી શકે છે.