આમચી મુંબઈ
વરલીમાં ઝાડે લીધો યુવકનો ભોગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલીમાં વહેલી સવારના ટુ વ્હીલર પર જઈ રહેલા ૪૫ વર્ષના અમિત જગતાપ પર ઝાડ તૂટી પડતા તે ગંભીર રીતે જખમી થયો હતો. પરેલમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં મોડી સાંજે તેનું મૃત્યુ થયું હતું.
બીડીડી ચાલમાં રહેતો અમિત સવારના તેની બાઈક પરથી જઈ રહ્યો હતો ત્યારે વરલીમાં જાંબોરી મેદાન પાસે સવારના નવ વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો, જેમાં ત્રણ ઝાડનો એક હિસ્સો અમિત પર તૂટી પડ્યો હતો, જેમાં તેના માથા પર ભારે ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો : પુણેમાં એસટી બસ ઝાડ સાથે ટકરાતાં 25 પ્રવાસી જખમી
જાંબોરી મેદાન લેનમાં બી.ડી.ડી. ચાલમાં રહેતા અમિત માથા ભારે ઈજા પહોંચી હતી. પરેલની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી એ દરમિયાન સાંજે ૫.૩૭ વાગે તેનું મૃત્યુ થયું હતું.