આમચી મુંબઈમહારાષ્ટ્ર

સાંતાક્રુઝ-ચેમ્બુરને જોડનારા રસ્તાનું કામકાજ રખડ્યુંઆપણ વાંચો:સાંતાક્રુઝ-ચેમ્બુરને જોડનારા રસ્તાનું કામકાજ રખડ્યું

મુંબઈ: અમરમહેલ-સાંતાક્રુઝ, પશ્ચિમ એક્સ્પ્રેસ-વેને સિગ્નલમુક્ત અને સૌથી ઝડપથી પ્રવાસ કરવા માટે હવે જુલાઇ મહિના સુધીની રાહ મુંબઈગરાઓને જોવી પડશે. સાંતાક્રુઝ અને ચેમ્બુરને જોડવા માટે વાકોલા નાળા-પાનબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ એલિવેટેડ રોડ નિર્માણ કરવાનું કામ એપ્રિલ મહિના સુધી પૂર્ણ કરવામાં આવશે એવી જાહેરાત એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી હતી. આ રોડનું કામ માત્ર 95 ટકા જેટલું જ પૂરું થયું છે, જેથી બાકીના કામકાજને પૂર્ણ થવા માટે જુલાઇ સુધીનો સમય લાગવાનો છે અને તે બાદ આ રોડને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

સાંતાક્રુઝ-ચેમ્બુર માર્ગનો વિસ્તાર કરવા માટે કપાડિયા નગર-વાકોલા દરમિયાન એલિવટેડ રોડ નિર્માણ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ રોડ માટે 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: કલ્યાણ-ડોંબિવલીના રહેવાસીઓ માટે બેડ ન્યૂઝ, રસ્તાઓના કામકાજ રખડ્યાં…

આ રોડ માત્ર ત્રણ કિલોમીટર જ બનીને પૂર્ણ થયો છે અને 210 મીટર અને આગળ 500 મીટરના એલિવટેડ રોડનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. વાકોલા નાળા-પશ્ચિમ એક્સ્પ્રેસ હાઇ-વે પરના એફઓબી પરથી કેબલ સ્ટે પુલ જવાનો છે અને આગળ આ રોડ પાનબાઈ સ્કૂલ સુધી હાલના પુલ સાથે જોડવામાં આવશે.

આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ અમર મહેલ-સાંતાક્રુઝ અને પશ્ચિમ એક્સ્પ્રેસ હાઇવે પરનો પ્રવાસ અમુક મિનિટમાં પૂર્ણ કરતાં આવડશે, એવું અધિકારીએ કહ્યું હતું. આ રોડનું કામ સમયસર પૂર્ણ નહીં કરવા માટે કોન્ટ્રેક્ટર પર કાર્યવાહી કરી તેની પાસેથી 2.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button