મેટ્રો-થ્રીના બીકેસીથી કોલાબા સુધીના તબક્કાનું કામ પૂરજોશમાંઃ કોર્પોરેશને કરી આ જાહેરાત
મુંબઈ: ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી છે એવા કોલાબાથી આરે મેટ્રો-થ્રી માર્ગના બીજો તબક્કાના માર્ગને પણ ગતિ મળી છે. આ માર્ગનું ૮૬ ટકાથી વધુ કામ પૂર્ણ થયું છે. તેથી આ માર્ગનું કામ પણ પૂર્ણ થઇને ટૂંક સમયમાં તે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) દ્વારા ૩૩.૫ કિલોમીટર લાંબી મેટ્રો લાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં કકુલ ૨૭ સ્ટેશન હશે. પ્રથમ તબક્કામાં મેટ્રો-થ્રી માર્ગનો બીકેસીથી આરેનો માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે જેમાં કુલ ૧૦ સ્ટેશન હશે.
એમએમઆરસીએએ આરડીએસઓ ટીમ તરફથી મેટ્રો લાઇનની ટેસ્ટિંગ પણ પૂર્ણ થઇ ગઇ છે અને હવે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (સીએમઆરએસ) દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવનાર છે. સીએમઆરએસ દ્વારા સેફ્ટી સર્ટિફિકેટ મળ્યા બાદ જ પ્રથમ તબક્કો પ્રવાસીઓની સેવામાં દાખલ થશે.
આ પણ વાંચો: …તો મેટ્રો-થ્રીના પ્રવાસમાં મોબાઈલના કનેક્શનમાં મુશ્કેલી ઊભી થશે નહીં, જાણો કઈ રીતે?
આ દરમિયાન મેટ્રો લાઇનના બીજા તબક્કાના કામને પણ ગતિ આપવામાં આવી છે. આ પ્રકલ્પના બન્ને તબક્કાનું કામ પૂર્ણ થઇને ૯૨.૨ ટકા કામ પૂર્ણ થયું છે જ્યારે સિવિલ કામ ૯૯.૩ ટકા પૂર્ણ થયું છે.
સુરક્ષાની તપાસમાં વિલંબ
મેટ્રો-થ્રીનો આરેથી બીકેસી સુધીનો પ્રથમ તબક્કો મે સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો કરવામાં આવશે, એમ એમએમઆરસીએ કહ્યું હતું, પરંતુ આ માર્ગની ટેસ્ટિંગમાં વિલંબ થયો હતો. તેથી આ માર્ગ શરૂ થવા માટે વધુ રાહ જોવા પડશે.