મુંબઈ લોકલમાં પ્રસૂતિ પીડિત મહિલા માટે મુસાફર બન્યો હિરો, સ્ટેશન પર કરાવી ડિલિવરી, જૂઓ વીડિયો

મુંબઈના રેલ્વે પ્લેટફોર્મ પર એક યુવકની ઝડપી વિચારસરણી અને સમયસૂચતાને કારણે તે આજે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. રાત્રે લગભગ એક વાગ્યે રામ મંદિર સ્ટેશન પર એક મહિલાને ટ્રેનમાં જ પ્રસૂતિની પિડા થઈ હતી. આ યુવકે બાળકની સલામત ડિલિવરી કરાવી. આ ઘટનાએ સમાજમાં માનવતાના પ્રત્યેની આશા જગાવી છે, જેની પ્રશંસા ઓનલાઈન થઈ રહી છે.
પ્રત્યદર્શી દ્વારા પોસ્ટ કરેલા વીડિયો મુજબ, યુવકે મહિલાને મુશ્કેલીમાં જોઈને ટ્રેનની ઈમર્જન્સી ચેઈન ખેંચી અને ટ્રેન રોકી. તેણે પોસ્ટમાં જણાવ્યું કે, “આ માણસની હિંમત અસાધારણ છે. રાત્રે એક વાગ્યે રામ મંદિર સ્ટેશન પર તેણે ટ્રેન રોકી, જ્યારે બાળક અડધું બહાર અને અડધું અંદર હતું. લાગ્યું કે ભગવાને તેને ત્યાં મોકલ્યો હતો,”. ઉલ્લેખનીય છે કે આ યુવકને ડિલેવરીનો પહેલી વખતનો અનુભવ હતો, યુવકે આ મામલે જણાવ્યું કે મને ખૂબ ડર લાગતો હતો. પરંતુ કોલ પર ડોક્ટરની મદદથી કામ સંભવ થયું હતું.
સાક્ષીના જણાવ્યા મુજબ, એમ્બ્યુલન્સમાં વિલંબ થતા લોકોએ ઘણા ડૉક્ટરોને કોલ કર્યા, પરંતુ અંતે એક મહિલા ડૉક્ટરે વિડિઓ કોલ પર માર્ગદર્શન કર્યું. યુવકે તેના સૂચનો મુજબ બાળકની સલામત ડિલિવરી કરાવી. જોકે, આગલી રાત્રે મહિલાના પરિવારે તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોસ્પિટલથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
આ યુવકની હિંમતથી માતા અને બાળક બંનેના જીવ બચાવાયા. યુવક માતા અને બાળક બને માટે ભગવાનનું રૂપ લઈ આવ્યા હોય તેવુ લાગ્યું. બાળકની ડિલેવરી બાદ મહિલાને સ્થાનિકો દ્વાર સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી.
ઇન્ટરનેટ પર લોકોએ આ યુવકની હિંમતની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, “રૂમાળી! આજના સમયમાં એવા હિંમતવાન લોકો ઓછા જોવા મળે.” બીજા એકે કહ્યું, “વધાવો! તમારી માનવતા માટે સન્માન,” જ્યારે ત્રીજા એ ઉમેર્યું, “સામાન્ય વર્ધી વગરનો હીરો!”
આપણ વાંચો: ઘાટકોપરમાં ધોળેદહાડે ઝવેરી પર શસ્ત્રના ઘા ઝીંકીને લૂંટારુઓએ દુકાનમાંથી ઘરેણાં લૂંટ્યાં



