યુવતીએ ઘરે જવા કેબ બુક કરી અને પછી એની સાથે થયું કંઈક એવું કે…

મુંબઈઃ કલ્યાણમાં કેબમાં પ્રવાસ કરી રહેલી યુવતી સાથે ટેક્સી ડ્રાઈવર દ્વારા વિનયભંગ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હોવાની માહિતી મળતાં ફરી એક વખય રાજ્યમાં મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન એરણ પર આવ્યો હતો. આ પ્રકરણે કોલસેવાડી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ પોલીસ કેબ ડ્રાઈવરની શોધ કરી રહી છે. પીડિત યુવતી કલ્યાણ પૂર્વમાં રહેતી હોઈ તે નવી મુંબઈ ખાતે નોકરી કરે છે. શનિવારે રાતે કામેથી પાછી ફરતી વખતે યુવતીએ કેબ બુક કરી હતી.
પ્રવાસ દરમિયાન કેબ ડ્રાઈવર દ્વારા યુવતીનો વિનયભંગ કરવામાં આવ્યો હતો. કેબ ડ્રાઈવરની આ હરકતથી ગભરાઈ ગયેલી યુવતીએ મદદ માટે બુમાબુમ કરી હતી. બુમાબુમથી ગભરાઈ ગયેલો ટેક્સી ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો.
આ પ્રકરણે પીડિતાએ કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં કેબ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ ફરિયાદમાં આપેલી માહિતી અનુસાર કેબચાલક રાકેશ મિશ્રા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે હાલમાં તો ફરાર કેબ ચાલક રાકેશ મિશ્રાની શોધ હાથ ધરી છે.