23 વર્ષ પછી પાકિસ્તાનથી મુંબઈ પાછી ફરી મહિલા, કઈ રીતે છેતરાઈ હતી, આપવીતી જાણો?
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવ આવ્યા કરે છે, પરંતુ બંને દેશના કેદીઓ હોય કે નાગરિકોને મુક્ત કરવામાં આવતા હોય છે, જે અન્વયે તાજેતરમાં પાકિસ્તાનમાં 23 વર્ષ વીતાવ્યા બાદ મહારાષ્ટ્ર-મુંબઈમાં પરત ફર્યા બાદ પોતાની આપવીતી જણાવી હતી.
મુંબઈના કુર્લાની રહેવાસી હમીદા બાનો ૨૩ વર્ષ બાદ પાકિસ્તાનથી ભારત પરત આવી છે. તેનું કહેવું છે કે તેને છેતરીને પાકિસ્તાન લઈ જવામાં આવી હતી. પરંતુ બે વર્ષ પહેલા તેનો એક વીડિયો વાયરલ થયા બાદ તે ચર્ચામાં આવી હતી. આ પછી ભારતીય દૂતાવાસે તેનો સંપર્ક કર્યો અને એક વર્ષ પછી હમીદા પોતાના દેશ પરત આવી શકી.
ભારત પરત ફર્યા બાદ હમીદા બાનોએ કહ્યું હતું કે મને છેતરીને પાકિસ્તાન લઈ જવામાં આવી હતી. ૨૩ વર્ષ પછી હું ભારત પાછી ફરી છું. મારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક વર્ષ પહેલા ભારતીય એમ્બેસીએ મારો સંપર્ક કર્યો હતો અને મને ભારત પરત ફરવાની મંજૂરી આપી. આજે હું ભારત પાછી ફરી છું.
આપણ વાંચો: ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન
હમીદાએ વધુમાં જણાવ્યું હતું કે તેને દુબઈમાં નોકરી અપાવવાના બહાને પાકિસ્તાન છોડી દેવામાં આવી હતી. તેણે ત્યાં લગ્ન પણ કર્યા હતા પરંતુ તેના પતિનું અવસાન થયું હતું.
હમીદા બાનોનો એક ઈન્ટરવ્યૂ વાયરલ થયો હતો, જે બાદ ભારતમાં રહેતી તેમની દીકરીઓને વીડિયો દ્વારા ખબર પડી કે તેમની માતા પાકિસ્તાનમાં છે. આ વીડિયો પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ સુધી પણ પહોંચ્યો હતો, ત્યાર બાદ તેને ભારત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે સોમવારે હમીદા બાનો અટારી બોર્ડરથી ભારત પહોંચી હતી. વતનમાં પગ મૂકતાંની સાથે જ તેની આંખમાં આંસુ આવી ગયા હતા. ભારત પરત ફર્યા બાદ હમીદા બાનોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.