આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાકાબંધીમાં એક મહિલા પોલીસને કાર દ્વારા ઉડાવી, કાર ચાલક ફરાર

પુણેઃ શહેરમાં નશામાં ધૂત ચાલકો સામે પુણે પોલીસ દ્વારા ‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ નાકાબંધી દરમિયાન નશામાં ધૂત એક કાર ડ્રાઇવરે ફરજ પર હાજર એક મહિલા પોલીસ કર્મચારીને ઉડાવી દીધી હતી, જેને કારણે તેને ઇજા થઇ હતી.

નશામાં ધૂત કાર ચાલક ફરાર થઈ ગયો છે. આ ઘટના સોમવારે મધરાતે 1:30 આસપાસ પુણની આર.ટી.ઓઓફિસ પાસે બની હતી. ઘાયલ મહિલા પોલીસ કર્મચારીની ઓળખ દીપમાલા રાજુ નાયર તરીકે થઇ છે.

મળતી માહિતી મુજબ આરટીઓ કચેરી પાસે નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. આ સમયે મિલ્સ રોડ તરફથી એક કાર ચાલક પુરપાટ ઝડપે આવ્યો હતો. ચેકપોઇન્ટ પરની મહિલા કર્મચારીએ ડ્રાઇવરને રોકાવા માટે ચેતવણી આપી ત્યારે ડ્રાઈવરે કાર રોકવાનું નાટક કર્યું હતું.

મહિલા પોલીસ કર્મચારી નાયર જ્યારે નશામાં ધૂત ડ્રાઇવરને ડ્રાઇવિંગ માટે તપાસવા આગળ વધી, ત્યારે ડ્રાઈવરે અચાનક કાર આગળ લઈ જઈને નાયરને ટક્કર મારી હતી, જે બાદ તે બેરિકેડને ટક્કર મારીને ભાગી ગયો હતો. પોલીસે કારનો નંબર મેળવી તેની શોધખોળ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button