નાલાસોપારામાં યુવતીએ કરી આત્મહત્યા…

પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં 25 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Also read : છૂટાછેડા ન આપનારા પતિથી છુટકારો મેળવવા પત્નીએ તેને મારી નાખ્યો…
નાલાસોપારા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ રશ્મી સત્યમ ગુપ્તા તરીકે થઇ હતી, જેણે ઘરમાં છત સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો.
રશ્મી ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોેસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. રશ્મીએ ભરેલા અંતિમ પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, એમ પોલીસે કહ્યું હતું.
Also read : આઠ વર્ષની બાળકીનું અપહરણકરનારો આઠ કલાકમાં પકડાયો જાતીય શોષણને ઇરાદે રીઢા આરોપીએ અપહરણ કર્યાની શંકા
રશ્મી ગુપ્તાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રીને નાની નાની બાબતો પર ગુસ્સો આવતો હતો અને તે નારાજ થઇ જતી હતી. તેણે ભૂતકાળમાં પોતાને ઇજા પણ પહોંચાડી હતી. (પીટીઆઇ)