Robbery: Nashikમાં થઈ Money Heist Styleવાળી…
15 મિનિટમાં જ 222 ગ્રાહકોનું આટલા કરોડ રૂપિયાનું સોનુ થયું ગાયબ
નાસિકઃ નાશિકમાં એક ખાનગી હોમ ફાઈનાન્સ કંપનીમાં Money Heistવાળી થઈ હતી અને 200થી વધુ ગ્રાહકોના સોનાના દાગિના ગાયબ થયા હોવાની ચોંકાવનારી ઘટના બની રહી છે. સેફ્ટી લોકર્સની ચાવીની મદદથી હોંશિયારીથી અજ્ઞાત વ્યક્તિએ 4.92 કરોડ રૂપિયાની કિંમતના દાગિના લંપાસ કરી દીધા હતા. આશરે દોઢ કિલોનું સોનું હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. કંપનીના સીસીટીવી કેમેરામાં ચોરીની આખી ઘટના કેદ થઈ ગઈ છે પણ જોવા જેવી વાત તો એ છે કે આ ચોરી એકદમ ફિલ્મી સ્ટાઈલમાં કરવામાં આવી હતી.
શહેરમાં આવેલી જૂના ગંગાપુર નાકા ખાતે આવેલા પ્રમોદ મહાજન ગાર્ડનની બાજુમાં આવેલી ઈંદિરા હાઈટ્સ કોર્પોરેટ સંકુલમાં આ કંપનીની ઓફિસ ટોપ ફ્લોર પર આવેલી છે. આ કંપનીના સેફ્ટી લોકરમાં આશરે 222 ગ્રાહકોના દાગિના રાખવામાં આવ્યા છે અને શનિવારે એટલે કે ચોથી મેના દિવસે આ ચોરી થઈ હતી.
આ ઘટના એ સમયે પ્રકાશમાં આવી હતી જ્યારે સાંજે પોણા છ વાગ્યાની આસપાસ આવેલા ગ્રાહકે તેની પાસે રહેલી તેના લોકરની ચાલી અને ક્રેડિટ મેનેજર પાસે રહેલી ચાવીનો ઉપયોગ કરીને ગ્રાહકે લોકર ખોલ્યું. પરંતુ લોકરમાં રાખેલા પહેલાંના સોનાના દાગિના ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને મેનેજર અને ગ્રાહકને જોઈને આઘાત લાગ્યો હતો. આ ઘટનાની જાણકારી વરિષ્ઠ અધિકારીને આપવામાં આવી હતી અને પોલીસ પાસે એની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ આ બાબતે આપેલી માહિતી અનુસાર ચોરોએ બારીમાંથી પ્રવેશીને ચાવીની મદદથી જ આ આ આટલી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. અમે બધી દિશાથી તપાસ કરી રહ્યા છીએ. આ ચોરીમાં કોનો કોનો હાથ હોઈ શકે એની પણ તપાસ કરાઈ રહી છે અને ચોરોને આની માહિતી કઈ રીતે મળી, તેમણે આ પહેલાં ઘટનાસ્થળની રેકી કરી હતી કે કેમ એની તપાસ કરી હતી.
15 મિનિટમાં જ આ આખી ઘટના બની કે કેમ એના વિશે પૂછવામાં આવતા પોલીસે જણાવ્યું હતું કે હકીકતમાં તો તેઓ બેંકમાં જેટલો સમય હતા એ ટાઈમ ડ્યુરેશન ખૂબ જ ઓછો છે અને તેમણે ક્યારે બેંકમાં એન્ટ્રી લીધી કે કેમ એની તપાસ પણ અમે લોકો કરી રહ્યા છીએ. બેંકની લાપરવાહીનો ભોગ ગ્રાહકોએ બનવું પડ્યું છે. બેંકે લોકરની ચાવીઓ પણ લોકરની આજુબાજુમાં જ રાખી હોવાને કારણે ચોરો માટે ચોરી કરવાનું ખૂબ જ સહેલું બહની ગયું હતું.
અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી તો 222 ગ્રાહકોનું સોનું ચોરાયું હોવાની માહિતી મળી રહી છે, પણ આ આંકડો વધી પણ શકે છે. આ આખી ઘટના સામે આવતા આખી ચોરીનું ફૂલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં વેબ સિરીઝ મની હાઈસ્ટની જેટલી સફાઈની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.