આમચી મુંબઈમહારાષ્ટ્ર

શું એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ ખતમ થશે? રક્ષા ખડસેએ કહ્યું, “બંને નેતાઓને…”

જળગાંવ: એક સમયે ભાજપના દિગ્ગજની જોડી તરીકે જાણીતા એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ સમગ્ર મહારાષ્ટ્રમાં જાણીતો છે. એકનાથ ખડસેએ ભાજપ છોડ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ રાજકીય વર્ચસ્વ છે. આ રીતે હવે એકનાથ ખડસેના ભાજપમાં પાછા ફરવાની ચર્ચા રાજકીય વર્તુળમાં આકાર લેવા લાગી છે. દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેના સંઘર્ષ અને એકનાથ ખડસેના ભાજપમાં પ્રવેશ અંગે સંકેત આપ્યા છે.

આ પણ વાંચો: પુત્રવધૂને મંત્રીપદની તક મળતાં જ સસરા એકનાથ ખડસેએ….

કેન્દ્રીય મંત્રી બન્યા બાદ રક્ષા ખડસેએ શનિવારે જળગાંવમાં પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરી. આ પ્રસંગે બોલતા તેમણે વિવિધ વિષયો પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. આ દરમિયાન તેમને બંને નેતાઓ વચ્ચેના સંઘર્ષ અંગે પણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે બંને નેતાઓએ એકબીજા પર દોષારોપણ બંધ કરવું જોઈએ અને જળગાંવના વિકાસ માટે સાથે આવવું જોઈએ.

આ પણ વાંચો: ‘આગામી અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં રાજકીય વિસ્ફોટ થશે’, ગિરીશ મહાજનની નવી આગાહી

રક્ષા ખડસેએ શું કહ્યું?
જો ગિરીશ મહાજન અને એકનાથ ખડસે જળગાંવ જિલ્લા માટે સાથે મળીને કામ કરે તો અહીંના લોકોને ફાયદો થશે. બંને નેતાઓ એકસાથે આવે તે માટે હું ચોક્કસપણે પ્રયાસ કરીશ. મેં છેલ્લા કેટલાક વર્ષોમાં બંને વચ્ચે સંઘર્ષ અને વાદ-વિવાદ જોયા છે. પરંતુ હું ઈચ્છું છું કે બંને નેતાઓ સાથે આવે. એક સમયે આ બંને નેતાઓ સાથે હતા અને ત્યારે તેમણે જળગાંવ જિલ્લાના વિકાસ માટે મહાન કામ કર્યું છે. જો કે, હવે સમય આવી ગયો છે કે બંનેએ એકબીજા પર આરોપ લગાવવાનું બંધ કરે અને સાથે આવે, એમ રક્ષા ખડસેએ કહ્યું હતું.

ખડસેના જોડાવાનો નિર્ણય વરિષ્ઠ નેતાઓ લેશે
દરમિયાન જ્યારે એકનાથ ખડસેના પાર્ટીમાં સામેલ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે એકનાથ ખડસે એક મહાન નેતા છે. તેમના પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કેન્દ્ર અને રાજ્યમાં અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવશે અને જ્યારે સમય આવશે ત્યારે બધું આપોઆપ થઈ જશે. ભારતીય જનતા પાર્ટી સાથે જેટલા વધુ લોકો જોડાય તેટલું સારું. આનાથી સંગઠનની તાકાતમાં વધારો થશે અને એકનાથ ખડસે ભારતીય જનતા પાર્ટીના જૂના નેતા છે, એમ પણ તેમણે કહ્યું હતું.

તો જળગાંવ જિલ્લાનો વિકાસ થઈ શકશે
હવે જળગાંવના વિકાસ માટે સારી તક છે. ગિરીશ મહાજન હવે પ્રધાન છે, ગુલાબરાવ પાટીલ પણ પ્રધાન છે. હું પણ કેન્દ્રીય પ્રધાન છું. જેના કારણે આજે જળગાંવ જિલ્લાને અનેક પ્રધાન પદાં મળ્યા છે. તમામ નેતાઓએ સાથે મળીને કામ કર્યું. જેથી ભવિષ્યમાં ચોક્કસપણે જિલ્લાનો વિકાસ થઈ શકશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી