આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

2040 સુધી આવી થઈ જશે Mumbai Cityની હાલત, જાણો કોણે ઉચ્ચારી આવી કાળવાણી?

મુંબઈઃ મુંબઈએ કરોડો લોકોના સપનાઓનું ઘર છે અને આ મુંબઈને લઈને જ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુંબઈ પાણીની નીચે ગરક થઈ શકે. મુંબઈનો 10 ટકા ભૂભાગ 2040 સુધી પાણીની નીચે જતી રહેશે, એવો દાવો સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે.

મુંબઈગરાની ચિંતામાં વૃદ્ધિ કરનારો એક રિપોર્ટ પ્રકાશિત થયો છે અને આ રિપોર્ટમાં મુંબઈ ધીરે ધીરે સમુદ્રમાં ડૂબી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. માત્ર મુંબઈ જ નહીં પણ 21મી સદીના અંત સુધીમાં દેશના 15 શહેરોમાં સમુદ્રના સ્તરમાં સતત વધારો થતો જોવા મળશે, પણ આ 15 શહેરોમાં સૌથી વધારે જોખમ આમચી મુંબઈ પર છે. મુંબઈ શહેર સાત ટાપુઓ પર વસેલું છે એ વાત તો તો આપણે બધા જ જાણીએ છીએ.

ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રમાં સતત પાણીના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. 1987થી 2021ની વાત કરીએ તો મુંબઈના સમુદ્રમાં પાણીના સ્તરમાં 4.440 સેન્ટીમીટરનો વધારો જોવા મળ્યો છે. આ અભ્યાસમાં સમુદ્ર કિનારે વસેલા દેશના 15 શહેરોની સવિસ્તર માહિતી લેવામાં આવી છે, જેમાં મુંબઈ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, કોચી, મેંગ્લોર, વિશાખાપટ્ટનમ, કોઝિકોડ, હલ્દિયા, કન્યાકુમારી, પણજી, ઉડ્ડુપી, પારાદીપ, તુતુકુડી વગેરે શહેરોનો સમાવેશ થાય છે.

રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટમાં 2040 સુધી શહેરનો 10 ટકા ભૂભાગ પાણીની અંદર ગરક થઈ જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાનમાં થઈ રહેલાં ફેરફારને કારણે સમુદ્રમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જળ, કૃષિ, વન, જૈવ વિવિધતા અને આરોગ્ય પર પણ એના વિપરીત પરિણામો જોવા મળી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
બેંગ્લોર ખાતે આવેલા થિંક ટેંક સેન્ટર ફોર સ્ટડી ઓફ સાયન્સ, ટેક્નોલોજી અને પોલિસી દ્વારા ગ્લોબલ વોર્મિંગના દુષ્પરિણામો બાબતે સંશોધન કરવામાં આવ્યું હતું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button