આમચી મુંબઈમહારાષ્ટ્ર

…તો આવતીકાલથી અનશન કરશેઃ ફરી જરાંગેએ આપી સરકારને ચીમકી

મુંબઈઃ મરાઠા અનામત (Maratha Reservation)ને લઈને મરાઠા આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળે મરાઠા સમાજને આરક્ષણ આપવામાં કોઈ સમસ્યા ઊભી કરશે તો તે મંડળ કમિશન સમક્ષમાં આ વાતને પડકારશે તેમ જ સરકારે જેઓ કુણબી જાતિથી સંબંધિત છે તેમના સંબંધીઓને કુણબી પ્રમાણપત્ર આપવાનું તેમનું વચન નહીં પાળે તો 10 ફેબ્રુઆરીથી ફરી અનશન શરૂ કરશે.

તમારા સંતાનોની જેમ અમારા પણ સંતાનો છે. મરાઠા સમાજ ‘મંડળ કમિશન’ સામે આ વાતને પડકારવા માંગતા નથી. તમે જીવો અને જીવવા દો, અમારા આરક્ષણમાં તકલીફ ઊભી કરવામાં આવશે તો અમારી ધીરજ ખૂટશે અને અમે ‘મંડળ કમિશન’ને આ બાબતને પડકારવી પડશે. છગન ભુજબળે ત્રણ વખત મરાઠા આરક્ષણ મામલે સમસ્યા નિર્માણ કરી છે, એવું જરાંગે પાટીલે જણાવ્યું હતું.

કાયદા મુજબ ઓબીસી સમાજના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં ત્રણ દશક પહેલા મંડળ કમિશનના રિપોર્ટના આધારે સૌપ્રથમ ઓબીસી આરક્ષણ દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું. જરાંગે પાટીલે કહ્યું હતું કે ભુજબળને આરક્ષણમાં હસ્તક્ષેપ કરવાનું ટાળવું જોઈએ.

ભુજબળ શરૂઆતથી જ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જો સરકાર તેમનો નિર્ણય બદલશે તો જરાંગે 10 ફેબ્રુઆરીથી ફરી અનશન પર ઉતરશે એવી ચેતાવણી જરાંગેએ આપી હતી.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકારે મનોજ જરાંગે પાટીલની મરાઠા આરક્ષણને લઈને દરેક અરજીને સ્વીકારી હતી. આ બાબતે જરાંગેએ કહ્યું હતું કે મરાઠા આરક્ષણ આંદોલન વખતે જે મરાઠા આંદોલનકારીઓ સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા તે હજી સુધી રદ કરવામાં આવ્યા નથી જેથી રાજ્યમાં ફરી એક વખત તીવ્ર આંદોલનનું અલ્ટિમેટમ પાટીલે સરકારને આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button