(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગમાંથી ૧૧,૦૦૦થી વધુ કર્મચારીઓને ઈલેકશન ડ્યૂટીમાં અત્યારથી જ તહેનાત કરી દેવામાં આવ્યા છે, તેને કારણે આગામી દિવસોમાં અત્યાવશ્યક સેવાને ફટકો પડી શકે છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગઈ લોકસભાની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં પાલિકાના વધુ કર્મચારીોને ચૂંટણીને લગતી ડયૂટીમાં તહેનાત કરવામાં આવ્યા છે. આ વખતે તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોર્ડ મેઈન્ટેન્સ વિંગના પણ અનેક કર્મચારીઓને ઈલેકશન ડ્યુટીમાં મોકલવામાં આવ્યા છે.
પાલિકા કમિશનરે પણ ચૂંટણી કમિશનના આદેશ બાદ પાલિકા અધિકારી-કર્મચારીઓને ઈલેક્શન ડ્યૂટીમાં રિપોર્ટ કરવાની સૂચના આપી છે.
નોંધનીય છે કે પાલિકા પાસે એક લાખથી વધુ કર્મચારીની સંખ્યા છે, જેમાંથી ૪૦ ટકા એડમિનિસ્ટ્રેશન વિભાગ સાથે સંકળાયેા છે. તો ૪૦ ટકા કર્મચારીઓ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ (ઘનકચરા)માં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. તો અનેક જગ્યા હજી ખાલી છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ તેમના વિભાગના મોટાભાગના કર્મચારીઓ ચૂંટણી ફરજ પર ગયા છે, તેથી તેમના સ્ટાફની સંખ્યા ઘટી ગઈ છે. તેથી અત્યાવશ્યક સેવા ઉપરાંત રોજિંદા વહીવટી કામ તેના કારણે પ્રભાવિત થઈ રહ્યા છે.
આ દરમિયાન પાલિકા કર્મચારીઓના યુનિયનના કહેવા મુજબ મોટી સંખ્યામાં પાલિકાના કમર્ર્ચારીઓને ઈલેકશન ડ્યુટીમાં મોકલવા સામે વિરોધ કરવો જોઈએ. મુંબઈમોટું શહેર છે અને ગમે ત્યારે કોઈ કટોકટી આવી શકે છે અને એવા સમયે પાલિકા પાસે પૂરતા કર્મચારી ના હોય તો મુશ્કેલી આવી શકે છે.
યુનિયનના અન્ય પદાધિકારીના કહેવા મુજબ લોકસભાની ચૂંટણીના કામ માટે પાલિકાના કર્મચારીઓને મોકલવામાં આવે છે અને તેને કારણે તેમની પાલિકાની કમ્પ્યુટરાઈસ્ડ સિસ્ટમ ‘સૅપ’માં હાજરી લાગતી નથી, તેને કારણે કર્મચારીઓના પગાર કપાઈ જવાની શક્યતા છે.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો