નવી મુંબઈમાં એસિડ હુમલામાં પત્ની ઘાયલ: પતિ વિરુદ્ધ ગુનો દાખલ
થાણે: નવી મુંબઈમાં વિવાદ થયા બાદ પત્ની પર એસિડ હુમલો કરવા બદલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે શનિવારે પતિ રમજાન સિદ્દિકી ગાઝી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 326 (એ) (એસિડનો ઉપયોગ કરીને ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પનવેલ વિસ્તારમાં રહેતા આરોપી રમજાન ગાઝીનો 20 જાન્યુઆરીએ તેની પત્ની અમિના ખાતુન (28) સાથે ઉગ્ર ઝઘડો થયો હતો. આથી ઉશ્કેરાયેલા રમજાને અમિના પર એસિડ ફેંક્યું હતું, જેમાં તેના ચહેરા પર ગંભીર ઇજા પહોંચી હતી.
અમિનાની હાલ પશ્ચિમ બંગાળમાં તેના વતનમાં સારવાર ચાલી રહી છે. તેણે પશ્ર્ચિમ બંગાળમાં બનિયાપુકુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ બાદમાં પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)