‘પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે’: પતિએ કૂરકૂરે લાવવાની ના પાડી પછી શું થયું ?

મુંબઈના એક ઊંચા ગજાના કવિનો આ શેર એક જૂની પ્રેશર કૂકરની જાહેરાતની યાદ અપાવે છે, પણ ઊતરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમાળ પતિ , પત્નીની રોજ ની એકની એક માગણી સામે આખરે કંટાળી ગયો. અને પત્નીને એ દિવસે તો માંગણી પૂરી કરવાની ચોખ્ખી ના જ પાડી દીધી. પોતાની માંગણીને આજે પતિ ઠુકરાવી જ કેમ શકે ? આગબાબુલા થી ઉઠેલી પત્ની રિસાઈ ગઈ અને જતી રહી પિયર. હવે આ મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. તમને પણ જાણીને નવાઈ લાગશે કે એવું તો પત્ની રોજ શું માંગતી હશે ? વાત બહુ જ સામાન્ય હતી પાંચ રુપિયાનું કૂરકૂરેનું પડીકું.
વાત નથી ગુજરાતની કે નથી મહારાષ્ટ્રની. પણ વાત છે ઉત્તરપ્રદેશના આગરાની. જ્યાં બેગમની યાદમાં આખે આખ્ખો તાજમહલ ઊભો છે અને વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે તેવી પ્રેમનગરી આગરામાં. એક પત્નીને એવી ટેવ હતી કે પતિ પાસે રોજ પાંચ રુપિયાનું કૂરકૂરેનું પેકેટ માંગે,અને પતિ પણ પાછો પ્રેમથી આ પેકેટ લાવી પણ આપે. પણ એક દિવસ પતિનો મૂડ નહી હોય કે રામ જાણે… પત્નીની કૂરકૂરેની માગણી સામે પતિએ નનૈયો ભણી દીધો. પછી શું ? પત્નીનો ગુસ્સો બોઈલરની જેમ ફાટયો. કાળઝાળ અને ધૂંઆ-પૂંઆ પત્ની બેગ ભરીને નીકળી ગઈ પિયર ભણી. હવે આખો મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. મળતી માહિતી પ્રમાણે, નારાજ પત્નીએ કૂરકૂરે ના મળતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.અને કેસ એટલી હદે ગૂંચવાયો કે પોલીસે બંને પરિવારો માટે કાઉન્સેલિંગ ની વ્યવસ્થા કરવી પડી છે.
ALSO READ: પત્ની અને નવ મહિનાની દીકરીનું ગળું કાપી હત્યા કરી આરોપીએ પણ કર્યો આપઘાત
પરિણીતાએ પોતાના પતિ સાથે આગરાના શાહગંજ વિસ્તારમાં રહેતા યુવક સાથે હજુ ગત વર્ષે જ લગ્ન કર્યા હતા. બંનેનું લગ્ન જીવન પણ મધૂરમય પસાર થઈ રહ્યું હતું. પણ પતિ પોતાની પત્નીની કૂરકૂરે ખાવાની આદતથી પતિ પરેશાન થઈ ગયો હતો. પતિ ઓફિસ માટે ઘરથી નીકળતો હતો ત્યારે જ પત્ની કૂરકૂરેનું પેકેટ મંગાવતી હતી. પરિણામે પતિ ત્રસ્ત થઈ ઉઠ્યો હતો.