મહારાષ્ટ્ર

પત્ની અને નવ મહિનાની દીકરીનું ગળું કાપી હત્યા કરી આરોપીએ પણ કર્યો આપઘાત

મુંબઈ: મહારાષ્ટ્રના જળગાવમાં પતિએ તેની પત્ની અને નવ મહિનાની છોકરી પર હુમલો કરી તેમની હત્યા કર્યા બાદ પોતે પર આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આરોપી પતિ તેની પત્નીના પિયરે જવાથી નારાજ હતો જેને લઈને તેને કાળજાને કપાવી દેનારું પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે પતિ, પત્ની અને નવ વર્ષની બાળકીના મૃત દેહને તાબામાં લઈને તેને પોસ્ટમાર્ટમ માટે મોકલાવ્યા હતા.

વિશાલ ઝાંકે નામના વ્યક્તિના લગ્ન પ્રતિભા સાથે થયા હતા. વિશાલ અને પ્રતિભા જળગાવ જિલ્લાના દૂધાલગામમાં રહેતા હતા અને બંનેને એક દીકરી પણ હતી. જોકે વિશાલ અને પ્રતિભા વચ્ચે ઘણા સમયથી કોઈ વાતને લઈને અનેક વખત ઝઘડો ચાલતો હતો. આ વાતને લીધે પ્રતિભા નવ મહિનાની દીકરીને લઈને તેના પિયરે ગઈ હતી.


પત્ની પિયરે જવાની વાતને લઈને વિશાલ ગુસ્સે ભરાયો હતો, જોકે વિશાલે તેની પત્નીને લેવા ગયો હતો પણ ત્યાં પણ તેનો ઝઘડો થયો હતો અને પ્રતિભાએ વિશાલ સાથે આવવાની મનાઈ કરી હતી. વિશાલ બીજા દિવસે પણ પ્રતિભાને મનાવવા તેના ઘરે ગયો હતો. જોકે તે દરમિયાન માત્ર પ્રતિભા અને તેની દીકરી જ ત્યાં હતા. આ મોકાનો ફાયદો ઉઠાવી વિશાલે પ્રતિભા પર ધારદાર શસ્ત્ર વડે હુમલો કર્યો હતો.


પ્રતિભાના ગાળા પર વિશાલે ધારદાર શસ્ત્ર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રતિભાને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થયું હતું. આ બાદ વિશાલે પલંગ પર સૂતેલી તેની નવ મહિનાની દીકરી દિવ્યાનું પણ ગળું કાપી તેની હત્યા કરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પ્રતિભાના પિતાએ આ દ્રશ્ય જોઈને તરત જ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે પ્રતિભાના પિતાએ આરોપી વિશાલનું નામ આપ્યું હતું, તે પછી પોલીસે માં-દીકરીના મૃતદેહને તાબામાં લઈને વિશાલની તપાસ શરૂ કરી હતી.


તપાસ દરમિયાન જ્યારે પોલીસ વિશાલના ઘરે પહોંચી ત્યારે વિશાલે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વિશાલના મૃતદેહને પણ તાબામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે અને આ હત્યા પાછળ બીજું કોણ સામેલ છે એ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…