આમચી મુંબઈ

પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો કાંટો કાઢ્યો: શબ નદીમાં ફેંકી બન્ને ફરાર…

થાણે: પ્રેમી સાથે મળીને પત્નીએ ગળું દબાવી પતિની કથિત હત્યા કર્યા બાદ તેના મૃતદેહને નદીમાં ફેંક્યો હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી. બદલાપુરમાં બનેલી આ ઘટનામાં મૃતકની પત્ની પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ હોવાનું પોલીસનું કહેવું છે.

સિનિયર ઈન્સ્પેક્ટર કિશોર શિંદેએ જણાવ્યું હતું કે ગુરુવારે બનેલી આ ઘટનામાં ફરાર બન્ને આરોપીની શોધ ચલાવાઈ રહી છે. આરોપીઓની ઓળખ મનીષા પરમાર અને લક્ષ્મણ ભોઈર (36) તરીકે થઈ હતી.

બદલાપુરમાં રહેતા ભોઈરને પડોશમાં રહેતી મનીષા સાથે અફૅર હતું. આ વાતની જાણ મનીષાના પતિ કિસન પરમાર (44)ને થઈ હતી. આ બાબતે ખુલાસો કરવા કિસને મનીષાની પૂછપરછ કરી હતી. આડા સંબંધો ઉઘાડા પડી જતાં દંપતી વચ્ચે વિવાદ થયો હતો.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ રસ્સીની મદદથી ગળું દબાવી કિસનની હત્યા કરી હતી. બાદમાં તેના મૃતદેહને ચાદરમાં વીંટાળી બદલાપુરની નદીમાં ફેંકી દીધો હતો.

ઘટના બાદ બન્ને આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસને ગુરુવારની રાતે કિસનનો મૃતદેહ નદીકિનારેથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સરકારી હૉસ્પિટલમાં મોકલી દેવાયો હતો. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button