જાણો દેવેન્દ્ર ફડણવીસના હોમ મિનિસ્ટર અમૃતા શું કહે છે
મુંબઇઃ દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ લીધા. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત કેન્દ્રીય પ્રધાનો, અન્ય રાજ્યોના પ્રધાનો, અનેક અગ્રણીઓ, સંતો-મહંતો, પ્રિય બહેનો, ખેડૂતો અને હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સીએમ ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજી વાર મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યના મુખ્ય પ્રધાન બની રહેલા પતિ પ્રત્યેનો પ્રેમ અને ગર્વ તેમની આંખોમાં છલકાઇ રહ્યો હતો. આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘દેવેન્દ્રજીએ જણાવ્યું હતું કે હું ફરી આવીશ અને તેઓ ત્રીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે. દેવેન્દ્રજીએ પોતાનું કામ બતાવ્યું છે. મુખ્ય પ્રધાન બન્યા બાદ જનહિતનો પ્રથમ નિર્ણય લેવામાં આવશે. ‘
“દેવેન્દ્ર ફડણવીસ આજે દ્રઢતા અને ધૈર્યના કારણે અહીં છે. તેઓ ત્રીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે.
Also Read – ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહેન’ યોજનામાંથી તે મહિલાઓને બાકાત રાખવામાં આવશે: ફડણવીસ
લાડકીબહેન એક સુંદર પ્રોજેક્ટ છે. દેવેન્દ્રજી અને યુતિની સાથે તમામ બહેનો પ્રેમથી જોડાયેલ છે. જો આપણે અર્જુનની જેમ કંઈક હાંસલ કરવા માંગતા હોઇએ, તો દિવસ-રાત આપણું લક્ષ્ય આપણી સામે જોવું જોઈએ.”
“તેઓ ફરીથી મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે આવવા માગતા નહોતા. તેઓ ફરીથી મહારાષ્ટ્રની ધૂરા સંભાળવા માગતા હતા કારણ કે લોકોને એવો વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્ર માટે જે કરી શકે છે તે બીજું કોઈ કરી શકશે નહીં. આ વિશ્વાસને કારણે જ તેઓ ફરીથી આવી રહ્યા છે. તેઓ આવ્યા છે તેની લોકોને ખુશી છે,” એમ અમૃતા ફડણવીસે જણાવ્યું હતું.