મુંબઈમાં ભીડ ઓછી કરવા નિવૃત્તોને ગામડે રહેવાની સલાહ આપી આ અભિનેતાએઃ તમને શું લાગે છે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

મુંબઈમાં ભીડ ઓછી કરવા નિવૃત્તોને ગામડે રહેવાની સલાહ આપી આ અભિનેતાએઃ તમને શું લાગે છે?

મુંબઈ તેની ઘણી બધી વિશેષતાઓ માટે જાણીતી છે, તેમ સમસ્યાઓ માટે પણ જગપ્રસિદ્ધ છે. હજારો લોકો મુંબઈ આવવા માટે ડરે છે, તેનું એક મોટું કારણ અહીંયાની ભાગદોડવાળી જિંદગી પણ છે. લોકોને આ શહેરમાં રહેવું ગમે છે, પરંતુ અહીંના જીવન સાથે તાલમેલ મિલાવવો બધા માટે શક્ય નથી. અહીં વૃદ્ધો કે ઉંમર વધતા જીવન વધારે બોરિંગ બની જતું હોય છે. નાના ઘર, બહાર પગ મૂકવાની જગ્યા નહીં, સતત ઘોંઘાટ અને અસુરક્ષા વચ્ચે નિવૃત્ત થયેલા કે 60-70ની ઉંમર વટાવી ચૂકેલાઓ માટે મુંબઈ હવે રહેવા જેવી રહી નથી જ્યારે બીજી બાજુ દરેક ક્ષેત્રના યુવાનો માટે આજે પણ મુંબઈ સપનાની નગરી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં આવે છે, અવનવા કામ કરે છે અને અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે.

આ વિષય હાલમાં ચર્ચાઈ રહ્યો છે તેનું કારણ એક મરાઠી અભિનેતા છે. સમીર ધર્માધિકારી જેમને તમે હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ જોયો છે તેણે આ મામલ એક નવો જ નુસ્ખો સૂચવ્યો છે, જેના પર ઘણી ચર્ચા ચાલી રહી છે.
સમીરે કહ્યું છે કે જે લોકો નિવૃત્ત થઈ ગયા છે તેમણે પોતાના ગામડે શાંતિનું જીવન વિતાવવું જોઈએ, જેથી મુંબઈમાં વાહનોનો ટ્રાફિક ઓછો થાય. આ એક બેઝિક વ્યવસ્થા છે. કારણ કે રસ્તા વધ્યા છે તેના કરતા ઘણા વાહનો પણ મળ્યા છે. ઘણા લોકો આમતેમ ગાડી પાર્ક કરે છે.

આ પણ વાંચો: સરકારી કાર્યાલયના કલાકો અલગ અલગ કરવાનો વિચાર; મુંબઈની લોકલ ટ્રેન માં ભીડ ઘટાડવા માટે નવો ઉપાય!

સમીરે આ સાથે એમ પણ કહ્યું કે લોકોએ લોકલ, મેટ્રો અથવા જાહેર પરિવહનમાં જ ટ્રાવેલિંગ કરવું જોઈએ, જેથી રસ્તા પરનો ટ્રાફિક હળવો થાય. આ સાથે દરેકને મારી પાસે એક ગાડી તો હોવી જ જોઈએ તેવી માનસિકતામાં રહેવું જ નહીં.
જોકે સમીરની આ વાત સો ટકા સાચી હોવા છતાં પ્રેક્ટિકલી પોસિબલ નથી. જે લોકોએ જીવનના 60-70 વર્ષ મુંબઈ શહેરમાં કાઢ્યા છે, મુંબઈમાં ટેક્સ ભર્યો છે શહેરને કંઈક આપ્યું છે તે શા માટે મુંબઈ છોડીને જાય તે સવાલ છે. તેમને અન્યત્ર ગમે નહીં અને તેમની પાસે બીજે કોઈ રહેવાનો વિકલ્પ હોય તે જરૂરી નથી. રહી વાત પબ્લિક ટ્રાન્સપોર્ટની તો આ વાત સાચી છે, પરંતુ મુંબઈની લોકલ, મેટ્રો કે બેસ્ટની બસમાં એટલી ભીડ હોય છે અને દરેક ખૂણે આ સેવાઓ લઈ જતી નથી, આથી લોકોએ ખાનગી વાહનો પર આધાર રાખવો પડે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button