સીએમ દેવેન્દ્ર ફડણવીસ આ ઉદ્યોગતિને બંધબારણે શા માટે મળ્યા?

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કોઈ મોટા ઉદ્યોગપતિ મળવા આવે તેમાં ખાસ કોઈ નવી વાત નથી, પરંતુ હાલમાં ચાલી રહેલા એક વિવાદને કારણે આ મુલાકાત તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે. ગઈકાલે મોડી રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલા પર બે અઢી કલાક મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે ચાલેલી આ મુલાકાતે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. આ મુલાકાત ફડણવીસ અને અદાણી ઉદ્યોગ સમૂહના પ્રેસિડેન્ટ ગૌતમ અદાણી વચ્ચે થઈ છે. કૉંગ્રેસ વારંવાર અદાણી અને અંબાણી સાથે ભાજપની મિત્રતા અને તેમને મળતા રાજકીય લાભોની ટીકા કરતા હોવાથી આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં વર્ગ-3 ની 219 પદની ભરતી માટે પોણા બે લાખ કરતા વધુ અરજી…
મહારાષ્ટ્રમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરે છે
મુંબઈમાં ઈલેક્ટ્રિસિટી પૂરી કરતા અદાણી ગ્રુપ પાસે શહેરના રિડેવલપમેન્ટના બે મોટા પ્રોજેક્ટ છે, જેમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી રિડેવલપમેન્ટ અને ગોરેગાંવ મોતીનગર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. હાલમાં ધારાવીનો સર્વે ચાલી રહ્યો છે ત્યારબાદ ટેનન્ટ્સની પાત્રતા નક્કી થશે. આ બન્ને પ્રોજેક્ટના ટેન્ડર અદાણીને મળ્યા છે, પરંતુ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. આ સાથે વર્ષોથી રખડેલો ગોરેગાંવનો પ્રોજેક્ટ પણ અદાણી ગ્રુપને મળ્યો છે. આથી મુખ્ય પ્રધાન સાથે આ બબાતે ચર્ચા કરવા આવ્યા કે પછી બીજો કઈ વિષય હતો તે હાલમાં કહી શકાય તેમ નથી, પરંતુ તેમની મુલાકાતે અટકળો જગાવી છે તે નક્કી છે.