બોલો, મુંબઈમાં વરલી અને ક્રાફર્ડ માર્કેટની જગ્યામાં બિલ્ડરોને રસ નથી, જાણો કારણ?

મુંબઈઃ પાલિકાની આવક વધે એ માટે પાલિકાની માલિકીની જમીન ક્રાફર્ડ માર્કેટ, મલબાર હિલ અને વરલીની જમીનની હરાજી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો ડેવલપર્સ તરફથી કોઇ પ્રતિસાદ સાંપડ્યો નથી. આખરે આ જમીનના પ્લોટની હરાજી માટે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. આ હરાજી પ્રક્રિયા માટે મલબાર હિલની સાઈટને બાદ કરતાં બાકીની બે સાઈટ્સ માટે ટેન્ડર બહાર પડાયાં હતાં. ડેવલપર દ્વારા મોળો પ્રતિસાદ મળવાને કારણે પ્લોટની મૂળ કિંમતમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આવક વધારવા માટે પાલિકાએ મુંબઈમાં ત્રણ પ્લોટની જમીનની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રાફર્ડ માર્કેટ ખાતે છત્રપતિ શિવાજી માર્કેટ, મલબાર હિલ ખાતે બેસ્ટ રિસીવિંગ સ્ટેશન અને વરલીમાં ડામરના પ્લોટને હરાજી માટે કાઢવામાં આવ્યા હતા. આ માટે ટેન્ડર પણ મગાવવામાં આવ્યાં હતાં. જોકે આના માટે કોઇ ડેવલપર આગળ આવ્યા નહોતા.
દરમિયાન મલબાર હિલ ખાતેની જમીન પર બેસ્ટનું ઈલેક્ટ્રિક સ્ટેશન છે અને એ જમીનની હરાજીનો બેસ્ટે વિરોધ નોંધાવ્યો હતો. જેને કારણે આ જમીનને હરાજીમાંથી બાકાત રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: પ્રદૂષણ મુદ્દે હવે થાણેમાં પાલિકા આક્રમકઃ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી
પાલિકાએ અગાઉ બહાર પાડેલાં ટેન્ડરમાં સંપૂર્ણ કાર્પેટ એરિયા ઈન્ડેક્સ સૂચવવામાં આવ્યો હોવાથી તેની કિંમત વધી ગઇ હતી. આથી ડિપોઝિટની રકમમાં પણ વધારો થતાં મોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. હવે ઝોન મુજબ કાર્પેટ એરિયા ઈન્ડેક્સનો ઉપયોગ કરીને પ્લોટની મૂળ કિંમત નક્કી કરવામાં આવી છે, એવી માહિતી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આપી હતી.
વરલીમાં ડામર પ્લોટનો વિસ્તાર 10800 ચોરસ મીટર છે અને અગાઉ તેની કિંમત 2069 કરોડ રાખવામાં આવી હતી. જોકે હવે 755 કરોડ કરી દેવામાં આવી છે. એવી જ રીતે ક્રાફર્ડ માર્કેટનો પ્લોટ 8116 છે અને તેની કિંમત 2175 કરોડ નક્કી કરવામાં આવી હતી, પણ હવે તેની કિંમત 428 કરોડ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો: નવી જંત્રી સામે બિલ્ડરો મેદાનમાં; ક્રેડાઈ-ગાહેડએ નોંધાવ્યો વિરોધ…
બોલો, મુંબઈમાં વરલી અને ક્રાફર્ડ માર્કેટની જગ્યામાં બિલ્ડરોને રસ નથી, જાણો કારણ?
મુંબઈઃ પાલિકાની આવક વધે એ માટે પાલિકાની માલિકીની જમીન ક્રાફર્ડ માર્કેટ, મલબાર હિલ અને વરલીની જમીનની હરાજી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરનો ડેવલપર્સ તરફથી કોઇ પ્રતિસાદ સાંપડ્યો નથી. આખરે આ જમીનના પ્લોટની હરાજી માટે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. આ હરાજી પ્રક્રિયા માટે મલબાર હિલની સાઈટને બાદ કરતાં બાકીની બે સાઈટ્સ માટે ટેન્ડર બહાર પડાયાં હતાં. ડેવલપર દ્વારા મોળો પ્રતિસાદ મળવાને કારણે પ્લોટની મૂળ કિંમતમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આવક વધારવા માટે પાલિકાએ મુંબઈમાં ત્રણ પ્લોટની જમીનની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. ક્રાફર્ડ માર્કેટ ખાતે છત્રપતિ શિવાજી માર્કેટ, મલબાર હિલ ખાતે બેસ્ટ રિસીવિંગ સ્ટેશન અને વરલીમાં ડામરના પ્લોટને હરાજી માટે કાઢવામાં આવ્યા હતા. આ માટે ટેન્ડર પણ મગાવવામાં આવ્યાં હતાં. જોકે આના માટે કોઇ ડેવલપર આગળ આવ્યા નહોતા.
આ પણ વાંચો: ગુજરાતમાં બિલ્ડરો પર તવાઈઃ એક હજારથી વધુ ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ