આમચી મુંબઈ

આ વર્ષે શિવાજીપાર્ક પરથી કોણ કરશે મહારાષ્ટ્રની જનતાને સંબોધન

CM શિંદે કે ઉદ્ધવ ઠાકરે?

મુંબઈઃ દર વર્ષે દશેરાના દિવસે શિવાજી પાર્ક ખાતે દશેરા મેળાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે શિવાજી પાર્ક મેદાન ખાતે આ રેલી કરવા માટે ઠાકરે જૂથ દ્વારા પાલિકા પાસે અરજી કરવામાં આવી છે અને એક મહિના પહેલાં જ આ અરજી કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ એની સામે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા પણ અહીં જ રેલી કરવા માટે અરજી કરવામાં આવી છે. બંને જૂથની અરજી આવતા જ પાલિકા પ્રશાસન અવઢવમાં મૂકાઈ ગયું છે.

દાદર ખાતે છત્રપતિ શિવાજી પાર્ક મેદાન પર સ્થાપના થઈ એ વખતથી જ શિવસેના દ્વારા દશેરા મેળાવાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ હવે શિવસેનામાં ફૂટ પડી ગઈ છે એટલે બંને જૂથ દ્વારા એક મહિના પહેલાંથી જ મેદાન પર કાર્યક્રમની મંજૂરી કરવા માટે અરજી કરવામાં આવી છે. પરિણામે કોને પરવાનગી આપવી અને કોને નહીં એ એવો સવાલ પાલિકા સામે ઊભો થયો છે. હજી સુધી પાલિકા દ્વારા કોઈને પણ પરવાનગી આપવામાં આવી નથી.


મળી રહેલી માહિતી પ્રમાણે પાલિકાએ વિધિ વિભાગ પાસેથી એમનું મંતવ્ય મંગાવવામાં આવ્યું છે. તેથી આ વર્ષે કોને શિવાજી પાર્ક પર કાર્યક્રમ કરવાની પરવાનગી આપવામાં આવે છે એની તરફ લોકોની નજર છે. ગયા વર્ષે બીકેસીના એમએમઆરડીએ કોમ્પ્લેક્સમાં દશેરાનો કાર્યક્રમ યોજાયો હતો. બંને પક્ષ દ્વારા અરજી કરવામાં આવતા હવે વિધિ વિભાગ દ્વારા શું નિર્ણય આપવામાં આવે છે એ તરફ લોકોનું ધ્યાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button