આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવારના ઘરની બહાર કોણે કર્યું વિરોધ પ્રદર્શન?

મુંબઈ: મહારાષ્ટ્રમાં આરક્ષણને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે, જેમાં મનોજ જરાંગેની માગણીઓ સ્વીકારીને શિંદે સરકારના નેતાઓમાં નારાજગી વધી છે, ત્યારે આજે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ઘરની બહાર ઓબીસી સમાજના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન અને અનશન કરીને સૌને ચોંકાવી નાખ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજની આરક્ષણને લઈને બધી જ માગણીઓ સ્વીકારી લીધી છે. જોકે હવે ઓબીસી (અન્ય પછાત વર્ગ) દ્વારા આરક્ષણની માગણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઓબીસી આરક્ષણની માગણીને લઈને બારામતીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે ઓબીસી સમાજના કાર્યકારો વિરોધ પ્રદર્શન અને અનશન પર બેઠા છે.

ઓબીસી આરક્ષણની માગણીને લઈને આવી જ રીતે રાજ્યના સાંસદ અને વિધાનસભ્યોના ઘરની બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઓબીસીના કાર્યકારો દ્વારા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ઘરની સામે મોરચો કાઢીને ઓબીસી સમાજને આરક્ષણ આપવામાં આવે એવી માગણી સાથે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતું.

આ પ્રદર્શન અંગે એક નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ઓસીબી સમાજ પર અન્યાય કરી રહી છે. જો સરકાર મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે ઓસીબી સમાજ પર અન્યાય કરશે તો તેને સહન નહીં કરવામાં આવે.

રાજ્ય સરકાર દ્વારા મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યના પ્રધાન અને ઓબીસીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે રવિવારે મોટું નિવેદન આપ્યું હતું.

ભુજબળે કહ્યું હતું કે મરાઠાને આરક્ષણ આપવા રાજ્ય સરકારના નિર્ણય સામે દરેક વિધાનસભ્યોએ, સંસદસભ્યો અને તહસીલદારના ઘર સામે તીવ્ર આંદોલન કરવામાં આવશે. ઓબીસી આરક્ષણને લઈને પ્રધાન છગન ભુજબળે એક બેઠક બોલાવી હતી, જેમાં અનેક ઓબીસી વિધાનસભ્યોએ, સંસદસભ્યો પણ સામેલ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button