એક્ઝિટ પોલઃ બીએમસીમાં ‘અસલી’ કિંગ કોણ અને કોને પડશે ફટકો?

મુંબઈઃ દેશની સૌથી શ્રીમંત મહાનગર પાલિકા બીએમસી સહિત 29 મહાનગર પાલિકાનું મતદાન સાંજના 5.30 વાગ્યાના સુમારે પૂરું થયું. હવે પરિણામ પર સૌની નજર મંડરાયેલી છે, પરંતુ એના પહેલા એક્ઝિટ પોલના સર્વે આવી ગયા છે. આ વખતે મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની મહાયુતિ (એકનાથ શિંદે-શિવસેના)ની સરકાર બની શકે છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીને ફટકો પડી શકે છે. છેલ્લા ત્રણ દાયકાથી બીએમસીમાં ઠાકરેની શિવસેનાનું રાજ હતું.
એક્ઝિટ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર મુંબઈની બીએમસી ચૂંટણીમાં ભાજપના ગઠબંધન હેઠળની સરકાર બની શકે છે. ભાજપા ગઠબંધનને 131થી 151 બેઠક મળવાનું અનુમાન છે, જ્યારે ઠાકરે બંધુઓને 58-68 બેઠક મળી શકે છે. એના સિવાય કોંગ્રેસ ગઠબંધનને 12-16, અન્ય પક્ષને 6-12 બેઠક પર જીતી શકે છે. બીએમસીમાં કુલ 227 સીટ છે, જ્યારે બહુમતનો આંકડો 114 છે.
આ પણ વાંચો: બીએમસી ચૂંટણીમાં ‘મૈત્રીપૂર્ણ’ લડાઈ કોને ભારે પડશે?
એક્ઝિટ પોલ અનુસાર જાતિવાર વોટની ટકાવારીમાં ભાજપા ગઠબંધનને 30 ટકા, જ્યારે યુબીટી ગઠબંધનને 49 ટકા, કોંગ્રેસ ગઠબંધનને આઠ અને અન્ય ખાતામાં 13 ટકા વોટ મળી શકે છે. યુબીટી ગઠબંધનને 19 ટકા, કોંગ્રેસ ગઠબંધનને 11 ટકા મત મળી શકે છે.
એના સિવાય દક્ષિણ ભારતીયોના 61 ટકા વોટ ભાજપને, યુબીટીને 21 ટકા, કોંગ્રેસ ગઠબંધનને આઠ ટકા અને અન્યને 10 ટકા વોટ મળી શકે છે. એના સિવાય મુસ્લિમો વોટની વાત કરીએ તો કોંગ્રેસ ગઠબંધનને 41 ટકા, યુબીટી ગઠબંધનને 28 ટકા તથા અન્યને 19 ટકા, જ્યારે ભાજપને ફક્ત 12 ટકા મત મળી શકે છે.



