ગઠબંધનમાં પીએમપદના ઉમેદવાર કોણ: સંજય રાઉતે આપ્યું આ નિવેદન?
મુંબઈ: પાંચમાંથી ચાર વિધાનસભ્ય ચૂંટણીમાં કોંગ્રેસનો પરાભવ થતાં હવે વિપક્ષ પાર્ટીઓનું ઈન્ડિયા ગઠબંધન વિશે શિવસેના ઉદ્ધવ બાળસાહેબ ઠાકરે (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.
લોકસભાની ચૂંટણીને છ મહિનાથી વધુ સમય બાકી રહ્યો છે ત્યારે વિપક્ષી પાર્ટી સાથે મળીને ગઠબંધન બનાવ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં વડા પ્રધાનપદ માટેના ઉમેદવારનો ચહેરો કોણ હશે તેના અંગે કોઈ નક્કી કરવામાં આવ્યું નથી, ત્યારે પીએમ પદના ઉમેદવાર માટે સંજય રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે એક હિંદુત્વવાદી, રાષ્ટ્રવાદી છે. જોકે, પીએમપદના ઉમેદવાર કોણ હશે તે અંગે કોઈ સ્પષ્ટ થયું નથી.
વિપક્ષોનું ગઠબંધન સરમુખત્યારશાહીથી ચાલતું નથી, જ્યારે તેમાં કોઈ વિષય મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. હાલના તબક્કે પીએમ ફેસ કોણ હશે તો તેના અંગે ચર્ચા થશે. હા, એ વાત સાચી છે કે પીએમપદનો એક ચોક્કસ ઉમેદવાર હોવો જોઈએ. જોકે, ગઠબંધનની આગામી મીટિંગમાં તેના પર ચર્ચા કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન રાઉતે કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધન માટે મીટિંગ માત્ર જેડીયુ દ્વારા બોલાવવામાં આવે એવો કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગઠબંધનના સભ્યોની મંજૂરીથી કોઈ પણ ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરી શકે છે. રાઉતે આગળ જણાવતા કહ્યું કે ગઇકાલે છ ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાવાની હતી પણ અનેક મોટા નેતાઓ હાજર ન રહી શકતા આ બેઠક હવે 16 અથવા 18 તારીખે યોજવામાં આવશે.
યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે આ મીટિંગ માટે છઠ્ઠી ડિસેમ્બરે દિલ્હી જવાના હતા, શરદ પવાર પણ દિલ્હીમાં જ છે. ઈન્ડિયા ગઠબંધનના મમતા બેનર્જી, સ્ટાલિન, નીતિશ કુમાર અને બીજા અન્ય મોટા સભ્યો અમુક કારણોસર હજાર ન રહેતા આ મીટિંગને 16 અથવા 18 તારીખે યોજવામાં આવશે.
ઈન્ડિયા ગઠબંધનના વડાના ચહેરા વિશે સંજય રાઉતે કહ્યું હતું કે હજી સુધી આ ગઠબંધનનું નેતૃત્વ કરવાની જવાબદારી કોઈએ લીધી નથી. અમે દરેક સાથે મળીને ઈન્ડિયા ગઠબંધનના તરીકે લડવાના છે જેની અસર તમને 2024ની લોકસભા ચૂંટણીમાં જોવા મળશે. ઈન્ડિયા ગઠબંધનને એક નવા ચહેરા (સુકાની)ની જરૂરત છે એ સ્પષ્ટ વાત છે.