વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?

મુંબઈ: બે વખત સ્પષ્ટ બહુમતિથી જીતી આવેલા ભાજપ અને સાથી પક્ષોના NDA ગઠબંધનને આ લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી અને શિવસેનાની ઉદ્ધવ ઠાકરે ઉપરાંત ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી જેવા અનેક સ્થાનિક પક્ષોએ કમર કસી છે. જોકે, આ ચૂંટણીમાં જો વિપક્ષના ‘I.N.D.I.A’ ગઠબંધનની જીત થાય તો વડા પ્રધાન કોણ બનશે એ વિશે બધાને જ પ્રશ્ર્ન છે.
આ પણ વાંચો: શિંદે સેના અને ભાજપના સ્ટાર પ્રચારકો સામે શરદ પવાર જૂથની ચૂંટણી પંચમાં ફરિયાદ
કારણ કે મહાયુતિ એટલે કે એનડીએનો વડા પ્રધાન પદનો ચહેરો વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ ‘‘I.N.D.I.A’ જોડાણ દ્વારા હજી સુધી તેઓ કોને વડા પ્રધાન બનાવવા માગે છે તે વિશે ફોડ પાડવામાં આવ્યો છે. અત્યાર સુધી મમતા બેનર્જી, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ જેવા અનેક નેતાઓના નામ વડા પ્રધાન પદના દાવેદાર તરીકે સાંભળવામાં આવ્યા છે, પરંતુ સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ મામલે શરદચંદ્ર પવાર જૂથની એનસીપીના વડા શરદ પવારે નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે હંમેશ વિશે કહેવાતી વાત જ ફરી કહી છે.
આ પણ વાંચો: MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?
વિપક્ષમાં વડા પ્રધાન પદનો ચહેરો કોણ હશે તે વિશે હજી કોઇ વિચાર કરવામાં આવ્યો ન હોવાનું શરદ પવારે જણાવ્યું હતું. એટલે કે ચૂંટણી લડવાની તૈયારી થઇ ગઇ હોવા છતાં વડા પ્રધાન કોને બનાવાશે તે વિશે કોઇપણ નિર્ણય વિપક્ષ દ્વારા હજી સુધી લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: સત્તાના દુરુપયોગની કિંમત ભાજપે ચૂકવવી પડશે: શરદ પવાર
આ ઉપરાંત શરદ પવારે પોતાની જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું અનુભવી રહ્યો છું કે લોકો હવે વડા પ્રધાન મોદીની વિરુદ્ધ થઇ રહ્યા છે અને લોકોનું મન હવે બદલાઇ ગયું છે.