આમચી મુંબઈ

જાણો.. કોણ છે લીના ગાંધી તિવારી, જેમણે મુંબઇમાં ખરીદયો સૌથી મોંધો એપાર્ટમેન્ટ

મુંબઈ : મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં વધુ એક મોટો રેકોર્ડ બન્યો છે. ફાર્મા કંપની યુએસવી પ્રાઇવેટ લિમિટેડના ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વરલી સી- ફેસિંગ વિસ્તારમાં 639 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદયો છે. આ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો રેસિડેન્ટલ રીએલ એસ્ટેટ સોદો છે. નમન જાના નામની આ ઇમારત 40 માળ ઉંચી છે અને દરિયા કિનારે છે. આ રહેણાંક મિલકત 22,572 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે.

લક્ઝરી યુનિટ 2.83 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે ખરીદયા

લીના ગાંધી તિવારીએ આ મિલકતના 32મા માળથી 35મા માળ સુધીના બે અલ્ટ્રા-લક્ઝરી યુનિટ 2.83 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે ખરીદ્યા છે. આ અઠવાડિયે નોંધણી કરવામાં આવી છે .વરલી હવે દેશમાં પ્રીમિયમ હાઉસિંગનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે અને આ સોદો તેના લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટની મજબૂતાઈ સાબિત કરે છે.

યુએસવી લિમિટેડના સ્થાપક વિઠ્ઠલ ગાંધીની પૌત્રી

લીના ગાંધી તિવારી યુએસવી લિમિટેડના સ્થાપક વિઠ્ઠલ ગાંધીની પૌત્રી છે. આ કંપની 1961માં રેવલોન સાથે મળીને શરૂ કરવામાં આવી હતી. ફોર્બ્સ અનુસાર 29 મે, 2025 સુધીમાં તેમની કુલ સંપત્તિ 3.9 બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વના 964મા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ નાયકાની ફાલ્ગુની નાયર અને બાયોકોનની કિરણ મઝુમદાર-શો કરતાં વધુ છે.

કંપનીની આવક લગભગ 511 મિલિયન ડોલર

યુએસવી એક ફાર્માસ્યુટિકલ કંપની છે જે ડાયાબિટીસ, હૃદય રોગ, બાયોસિમિલર ઇન્જેક્શન અને સક્રિય ફાર્મા પ્રોડકટનું ઉત્પાદન કરે છે. કંપનીની આવક લગભગ 511 મિલિયન ડોલર છે. લીનાના પતિ પ્રશાંત તિવારી જેઓ આઈઆઈટી અને કોર્નેલથી શિક્ષિત છે. કંપનીના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્ષ 2019 માં તેમણે સામાજિક કાર્ય માટે રૂપિયા 34 કરોડનું દાન કર્યું.

આપણ વાંચો:  જ્યોતિ બાદ વધુ એક ગદ્દાર: પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્ટને સંવેદનશીલ માહિતી પૂરી પાડનાર થાણેના રહેવાસી પકડાયો

ઉદય કોટકે પણ વરલી સી-ફેસ પર 400 કરોડ રૂપિયામાં ઇમારત ખરીદી

વરલીની લોકપ્રિયતા તેના ઉત્તમ સ્થાનને કારણે છે. વર્લી બાંદ્રા, નરીમાન પોઈન્ટની નજીક છે અને સી લિંક એક્સટેન્શન જેવા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલ છે. જ્યારે તાજેતરમાં બેંકર ઉદય કોટકે પણ વરલી સી ફેસ પર 400 કરોડ રૂપિયામાં એક ઇમારત ખરીદી છે. વરલી ભારતના સૌથી ધનિક અને પ્રભાવશાળી લોકોની પહેલી પસંદગી બની ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button