આમચી મુંબઈમહારાષ્ટ્ર

ટ્રેકિંગ કરવા જતા યુવતી 400 ફૂટની ઊંડી ખાઈમાં પડી અને…

મુંબઈ: મહારાષ્ટ્રના કર્જત નજીક આવેલા પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલી 27 વર્ષની યુવતીનો પગ સરકી જતાં તે 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના શનિવારે બપોરે બની હતી. આઇટી એન્જિનિયર યુવતી ખીણમાં પડી જતાં સાત કલાકના રેસક્યું ઓપરેશન ચલાવ્યા બાદ તેને સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી.

શનિવારે પાંચ લોકોનું ગ્રુપ પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયું હતું, જેમાં અંધેરીની રહેવાસી એશ્વર્યા ઘાલગડે પણ સામેલ હતી. ટ્રેકિંગ કરતી વખતે તેનો પગ લપસી જતાં તે ઊંડી ખીણમાં પડી હતી. એશ્વર્યા ખીણમાં પડ્યા બાદ તે એક વૃક્ષ પર ફસાઈ ગઈ હતી જેને લીધે તેનો જીવ બચી ગયો હતો.

આ ઘટના બનતા એશ્વર્યા સાથે આવેલા તેના એક મિત્રએ પોલીસે આ બાબતે જાણ કરી હતી. પોલીસ, એમ્બ્યુલન્સ અને બચાવકર્તા ટીમ ઘટનાસ્થળ સુધી પહોચે ત્યાં સુધી એશ્વર્યાના મિત્રોએ સ્થાનિક નાગરિકો સાથે મળીને તેને બચાવવાનો પ્રયાસ ફર્યો હતો પણ તેમને સફળતા મળી નહોતી.

ઊંડી ખીણમાં પડી જતાં એશ્વર્યાને પગમાં ઇજા થઈ હતી. બચાવકર્તા ટીમ ઘટનાસ્થળે પહોંચ્યાની સાથે પેબ કિલ્લાના નજીક એક એમ્બ્યુલન્સને પણ તહેનાત કરવામાં આવી હતી. આ ખીણનો ભાગ ખૂબ જ ઊંડો અને ઢોળાવવાળો હોવાથી બચાવકર્તા ટીમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પણ બપોરે દોઢથી રાતે આઠ વાગ્યા સુધી ચાલેલા આ સાત કલાકના ઓપેરેશન બાદ યુવતીનો જીવ બચાવવામાં ટીમને સફળતા મળી હતી.

બચાવકર્તા ટીમ દોરડા અને સ્ટ્રેચર પણ પોતાની સાથે લઈ ગયા હતા. ટીમના જવાનો એશ્વર્યા સુધી પહોચ્યા બાદ પોલીસ, રેસક્યુ ટીમ અને સ્થાનિક આદિવાસીની મદદથી યુવતીને ચાર કલાક સુધી સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સ સુધી પહોચાડવામાં આવી હતી. હાલમાં બદલાપુરની એક હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…