સ્નાન કરતી વખતે મહિલા ડોક્ટરની નજર બાથરૂમની દિવાલ પર પડી અને….

મુંબઈ: મુંબઈના ચેમ્બુરમાં એક શરમજનક ઘટના બની હતી. જેમાં એક મેડિકલ સ્ટુડન્ટ એટલે કે રેસિડેન્ટલ ડોક્ટર સ્નાન કરી રહી હતી ત્યારે તેને ઉપર જોયું તો કોઇ ઉપરથી જોઇ રહ્યું હતું જેની તેને જાણ થતા તરત જ તેને બૂમાબૂમ કરી દીધી અને લોકો ભેગા થઇ જતા આરોપી ભાગી ગયો હતો. આ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર વ્યક્તિ સફાઇ કર્મચારી છે.
પોલીસે જણાવ્યું હતું કે રેસિડેન્ટ ડોક્ટર હોસ્પિટલની એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવી હતી ત્યારે કોન્ફરન્સ પત્યા બાદ તે હોસ્પિટલના રેસિડેન્સ ક્વાર્ટર (હોસ્ટેલ)માં સ્નાન કરવા ગઈ હતી. જ્યાં નહાતી વખતે તેને એવો આભાસ થયો કે તેને કેઇ જોઇ રહ્યું છે કારણકે હોસ્ટેલમાં પુરૂષો અને મહિલાઓના બાથરૂમ એકસાથે છે.
આથી તેણે સહેજ ઉપર જોયું તો સેનિટેશન વર્કર અશોક ગુપ્તા દિવાલ પર ચડીને તેને સ્નાન કરતી જોઇ રહ્યો હતો. અશોકને જોતાં જ તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. બૂમો સાંભળીને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ પીડિત વિદ્યાર્થીએ હોસ્પિટલના ડીનને ઘટના વિશે જણાવ્યું હતું. તેમજ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગોવંડી પોલીસે પીડિતાનું નિવેદન નોંધી તરત જ આરોપીની ધરપકડ કરી હતી. તોમજ પોલીસે જણાવ્યું હતું કે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.