મહારાષ્ટ્રમા ક્યારે મતદાન જાણો…
દેશમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સાત તબક્કાના મતદાન કાર્યક્રમની જાહેરાત કરી છે. તે મુજબ દેશમાં 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. તો મહારાષ્ટ્રમાં પણ 5 તબક્કામાં ચૂંટણી યોજાશે.
દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે
તબક્કો 1 – 19 એપ્રિલ
તબક્કો 2 – 26 એપ્રિલ
તબક્કો 3 – 7 મે
તબક્કો 4 – 13 મે
તબક્કો 5 – 20 મે
તબક્કો 6 – 25 મે
મે તબક્કો 7 – 1 જૂન
અરુણાચલ પ્રદેશ, આંદામાન-નિકોબાર, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દાદરા નગર હવેલી, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, લક્ષદ્વીપ, લદ્દાખ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, તમિલનાડુ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ વગેરે. એક તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
કર્ણાટક, રાજસ્થાન, ત્રિપુરા, મણિપુર રાજ્યોમાં બે તબક્કામાં મતદાન થશે. તો છત્તીસગઢ, આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડમાં ચાર તબક્કામાં અને મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થશે. તેમજ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થશે.