આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં નિર્માણ થનારું બુલેટ ટ્રેનનું સ્ટેશન કેવું હશે, જાણો વિશેષતા?

મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Mumbai-Ahmedabad Bullet Train) પ્રોજેકટનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અને મુંબઈના પહેલા સ્ટેશનનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

મુંબઈ-બુલેટ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના BKC સ્ટેશનને 32 મીટર જમીનની નીચે નિર્માણ કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના બીકેસી સ્ટેશનના નિર્માણ માટે 4.8 હેક્ટર જમીન પર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સ્ટેશન 95 ટકા જમીનની અંદર રહેશે અને આ સ્ટેશનથી જ બુલેટ ટ્રેન અમદાવાદ જવા માટે રવાના થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ બાબતે અધિકારીએ માહિતી આપી હતી કે બીકેસી સ્ટેશનના નિર્માણ માટે બૉટમ-અપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશનના નિર્માણ માટે જમીનની નીચે ખોદકામ કરીને કોન્ક્રીટીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટેશન જમીનની 32 મીટર નીચે બાંધવામાં આવશે જેની ઊંડાઈ લગભગ 10 માળની બિલ્ડિંગ જેટલી હશે. આ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે અને તેની આસપાસ અનેક કમર્શિયલ ઇમારતો આવેલી છે. આ સ્ટેશનના બાંધકામ માટે 774 મજૂરો અને સુપરવાઇઝર્સ કામ કરી રહ્યા છે.

મુંબઈ ખાતે નિર્માણ કરવામાં આવી રહેલા બીકેસી સ્ટેશનનું કુલ ચાર લેવલમાં નિર્માણ કરવામાં આવશે. પહેલા લેવલમાં ગ્રાઉન્ડ હશે અને તે બાદ ત્રણ પાર્ટમાં સ્ટેશનને નિર્માણ કરવામાં આવશે, જેને બેસમેન્ટ એક, બે અને ત્રણ તરીકે ઓળખવામાં આવશે. આ સ્ટેશનના ગ્રાઉન્ડ એટલે પહેલા લેવલમાં સ્ટેશન એન્ટરન્સ, વેન્ટિલેશન શાફ્ટ, સુરક્ષા સાથે સામાનની ચેકિંગ, સેન્ટ્રલ લેન્ડસ્કેપ અને સ્કાયલાઇટની પણ સુવિધાઓ હશે.

બીજા બેસમેન્ટમાં સાધનો અને ત્રીજા બેસમેન્ટમાં ટિકિટ ઓફિસ સાથે કસ્ટમર કેર અને બિઝનેસ ક્લાસ લાઉન્જ જેવી સેવાઓ પણ પ્રવાસીઓને આપવામાં આવશે. આ સ્ટેશનના ત્રીજા બેઝમેન્ટમાં કુલ છ ટર્મિનલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. બીકેસી સ્ટેશનમાં કંટ્રોલ રૂમ હશે જ્યાંથી બુલેટ ટ્રેનને ઓપરેટ કરવામાં આવશે, એવી માહિતી NHSRCLના એક અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker