આમચી મુંબઈમહારાષ્ટ્ર

Badlapur Encounter મુદ્દે એકનાથ શિંદેએ વિપક્ષોને આપ્યો જવાબ, ફરાર થયો હોત તો…?

મુંબઈ: બદલાપુરમાં બે અને અઢી વર્ષની બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર થયું ત્યારબાદ વિરોધ પક્ષો દ્વારા સરકાર અને પોલીસ પર આરોપો અને સવાલોની વર્ષા કરવામાં આવી છે એવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિપક્ષોને સાણસામાં લેવા માટે તેમને સામો સવાલ પૂછ્યો છે.

શિંદેએ આ પ્રકરણે કહ્યું હતું કે અક્ષય શિંદેએ બાળકીઓ પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેણે પોલીસ પર પણ ગોળીબાર કર્યોહતો. જો પોલીસે તેને ઠાર ન માર્યો હોત તો તે ફરાર પણ થઇ શક્યો હોત. જો એમ થાત તો વિરોધ પક્ષો જ પોલીસની ટીકા કરત.

ઉલ્લેખન્નીય છે કે વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સતત આ મામલે સરકાર પર આરોપો મૂકવામાં આવી રહ્યા છે અને પોલીસ ખાતા પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આપણ વાંચો: બદલાપુર રેપ કેસના આરોપીનું એન્કાઉન્ટરઃ હવે ભાજપે પણ આપી પ્રતિક્રિયા…

ભાજપ સાથે સંબંધ ધરાવતા શાળાના સંચાલકો જે આ કેસમાં આરોપી છે તેમને બચાવવા માટે શિંદેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાના આરોપ પણ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અક્ષય શિંદેના માતા-પિતાએ પણ આ એક બનાવટી એન્કાઉન્ટર હોવાનો આરોપ મૂક્યો છે.

બદલાપુરમાં બાળકીઓ પર દુષ્કર્મના આરોપી અક્ષય શિંદેને તેની પત્નીએ મૂકેલા આરોપોની તપાસ માટે તળોજા જેલમાંથી ટ્રાન્ઝિટ કસ્ટડી માટે બદલાપુર લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસકર્મીની ગન છીનવી લીધી હતી અને ત્રણ ગોળીઓ ચલાવી હતી, જેમાં એક પોલીસ ઘાયલ પણ થયા હતા.

પોલીસે પણ જવાબી કાર્યવાહી કરતા ગોળીબાર કર્યો હતો જેમાં અક્ષય શિંદેને કાન નજીક ગોળી વાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે ઉપચાર દરમિયાન વધુ લોહી વહી જવાથી તેનું મૃત્યુ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button