મુંબઈમાં વિસર્જન દરમિયાન યુવક સાથે બન્યું એવું કે…
મુંબઈ: મુંબઈના જુહુ બીચ પર ગણપતિ વિસર્જન માટે તહેનાત એક યુવક પર વીજળી પડી હતી. તાત્કાલિક યુવકને એમ્બ્યુલન્સમાં પાલિકાની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે યુવકની ઓળખ હસન યુસુફ શેખ (16 વર્ષ) તરીકે કરવામાં આવી હતી. ગુરુવારે મુંબઈમાં અનેક ઠેકાણે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે મુંબઈના જુહુ બીચ ખાતેથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જુહુ બીચ પર વિસર્જન માટે તહેનાત એક સ્વયંસેવક પર વીજળી પડી હતી. તાત્કાલિક યુવકને પાલિકાની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો.
હાલમાં રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને મુંબઈમાં તો લાખો ભક્તો બાપ્પાને વિદાય આપવા એકઠા થયા છે. આ સમયે જુહુ કિનારે વિસર્જનની વ્યવસ્થા સાચવવા તહેનાત એક સ્વયંસેવક સાથે આ દુર્ઘટના ઘટી હતી. આ યુવક પર વીજળી પડી હતી. હાલમાં તે હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
મુંબઈમાં આજે અનેક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વિસર્જનને લઈને નાગરિકો પુષ્કળ પ્રમાણમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. એક યુવક પર વીજળી પડવાની ઘટના બાદ મુંબઇ પોલીસે નાગરિકોને ખાસ સાવધ રહેવાની અપીલ કરી હતી.
દરમિયાન ચાંધઈ ખાતે ઉલ્હાસ નદીમાં ચાર જણ ડૂબી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ડૂબેલા ચારમાંથી એકને બચાવવા સફળતા મળી હોઈ બે જણનું મૃત્યુ થયું છે જ્યારે એક જણ હજી લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રશાસન દ્વારા ગણપતિ વિસર્જન માટે નદી તળાવમાં જનારા લોકોને સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવી છે