આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન અંગે અજિત પવારે શું કહ્યું?

મુંબઈ: આ લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રના રાજકારણ માટે થોડી અલગ રહી હતી, કારણ કે પહેલી જ વખત એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) અને શિવસેનાના બે ભાગલા પડ્યા અને બંને પક્ષ બે ફાંટામાં વહેંચાઇ ગયા. મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં બારામતીની બેઠક પર નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સામે શરદ પવારના દીકરી સુપ્રિયા સુળે સામે છે, જ્યારે તેના પરિણામ ચોથી જૂને આવશે. આમ છતાં બંને જૂથ વચ્ચે ખેંચાખેંચી ચાલુ છે ત્યારે બંને એકસાથે જોવા મળે તો પણ નવાઈ નહીં એવી અટકળો વ્યક્ત થઈ રહી છે.

જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસલી લડાઈ કાકા-ભત્રીજા વચ્ચેની છે. એની વચ્ચે અજિત પવાર અને શરદ પવાર ફરી એકસાથે જોવા મળે એવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમને સાથે જોવા પણ લોકો ઉત્સુક છે. હવે આ મુદ્દે અજિત પવારે સ્પષ્ટ રીતે પ્રતિક્રિયા આપી છે.

અજિત પવારે એક ઇન્ટરવ્યૂમાં ભવિષ્યમાં કાકા શરદ પવાર સાથે પાછા સામેલ થવા વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમે જે સ્ટેન્ડ લીધું છે જો બીજાને તે યોગ્ય લાગે તો તેના સાથીદારો લાગે છે એ સાચું છે. પછી ભવિષ્યમાં કંઈક થશે કે નહીં તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. આ નિવેદનના પગલે અજિત પવારે અને કાકા શરદ પવારે ફરી એકસાથે પાછા આવી જશે કે શું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે Ajit Pawarએ લીધું Jayant Patilનું નામ અને થયું કંઈક એવું કે…

શરદ પવારે આ પહેલા એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું અજિત પવારના સ્વભાવને જાણું છું. તે ક્યારેય કોઇની સામે હાથ નથી ફેલાવતા. એટલે કે મહારાષ્ટ્ર્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પૂર્વે કાકા અને ભત્રીજા ફરી એક થઇ જશે કે શું તેવી ચર્ચા રાજકીય વતૃળોમાં ચાલી રહી છે.

વિવિધ અટકળો વચ્ચે અજિત પવારે હંમેશાં શરદ પવારની ઉંમર સંબંધિત ટિપ્પણીઓ કરી છે. જ્યારે દીકરો મોટો થઈ જાય છે ત્યારે તેને તમામ કામકાજની જવાબદારી સોંપવી જોઈએ. એટલું જ નહીં, અજિત પવારે એક મીટિંગમાં એમ પણ કહ્યું હતું કે તમે 84 વર્ષના થઈ ગયા છો હવે તો તમારે તમામ કામકાજ મને સોંપી દેવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button