પશ્ચિમ રેલવે અમદાવાદથી ગોવા વાયા વસઈ રોડ હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
મુંબઈઃ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ગોવા (વાયા વસઈ રોડ) વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે. પ્રવાસીઓની સુવિધા માટે અને તહેવારોની આ સિઝનમાં તેમની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને મડગાંવ વચ્ચે વાયા વસઈ રોડ પર વિશેષ ભાડાં પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ-મડગાંવ સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નંબર 09412/09411) વાયા- વસઈ રોડ ચલાવવામાં આવશે.
અમદાવાદ-મડગાંવ સ્પેશિયલ અમદાવાદ (ટ્રેન નંબર 09412 )થી 19 અને 26 માર્ચ, 2024ના રોજ 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે મડગાંવ પહોંચશે. એ જ રીતે મડગાંવ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નંબર 09411) 20 અને 27 માર્ચ, 2024ના રોજ મડગાંવથી 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેનના હોલ્ટ સ્ટેશન વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અડાવલી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકવલી ખાતે બંને દિશામાં ઉભી રહેશે. સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ અને કરમાલી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09412નું બુકિંગ આવતીકાલે આઠમી માર્ચના PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, અને સમય વિશે વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની પરથી લઈ શકે છે.