ટેકનિકલ ખામીને લીધે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો પ્રવાસીઓને થઈ હાડમારી
![Western railway train running late due to technical failure](/wp-content/uploads/2024/07/Western-Line.webp)
મુંબઈ: મુંબઈગરાની લાઈફ લાઈન ગણાતી રેલવેનો વ્યવહાર ખોરવાય તો લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે સવારે જ પશ્ચિમ રેલવેમાં ભાયંદર ખાતે ટેકનિકલ ખામી ઊભી થતા ટ્રેન વ્યવહાર ખોવાઈ ગયો હતો અને ટ્રેનો 15 થી 20 મિનિટ સુધી મોડી દોડી રહી હતી.
પશ્ચિમ રેલવેના ભાયંદર સ્ટેશન વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પશ્ચિમ રેલવેનો ચર્ચગેટ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. વિરારથી ચર્ચગેટ સુધી દોડતી લોકલ ધીમી ગતિએ ચાલી રહી હતી.
પશ્ચિમ રેલવેએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સવારે 6: 30 કલાકે ભાયંદર રેલવે સ્ટેશન એ ટેકનિકલ ખામી ઊભી થતા ટ્રેન સેવા ખોરવાઇ ગઈ હતી. આ ટેકનિકલ ખામી સુધારી લેવામાં આવી હતી, પરંતુ આના કારણે ટ્રેન 15 થી 20 મિનિટ મોડી દોડી રહી હતી પ્રવાસીઓને પડેલી અસુવિધા માટે પશ્ચિમ રેલવેએ ખેદ વ્યક્ત કર્યો હતો.
સવારે લાખો કામદારો નોંધનીય છે કે ઓફિસ પહોંચવા માટે મુંબઈ લોકલ દ્વારા મુસાફરી કરે છે, પરંતુ અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. લોકોને કામધંધે અને ઓફિસે પહોંચવામાં મોડું થયું હતું વિદ્યાર્થીઓને તેમની શાળામાં પહોંચવામાં મોડું થયું હતું અને સ્ટેશન પર પણ ભારે ભીડ જોવા મળી હતી.
Also Read –