આમચી મુંબઈ

જમ્બો બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકી

અંધેરી અને બોરીવલી સ્ટેશને પ્રવાસીઓની બેકાબૂ ભીડ

મુંબઈ: મુંબઈગરા માટે રવિવાર એટલે રજાનો દિવસ નહીં, પણ રેલવેનો મેગાબ્લોક એવી ઓળખ બની ગઇ છે. રવિવારે મુંબઈમાં રેલવેનું મેગાબ્લોક હવે નિયમિત બની ગયું છે. જોકે આ અઠવાડિયે માત્ર રવિવાર જ નહીં, પણ ત્રણ દિવસ જમ્બો મેગાબ્લોક' લેવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવે લાઈન પર આ જમ્બો બ્લોક થવાને કારણે આ લાઈનમાં મુસાફરી કરવી પ્રવાસીઓ માટે દુષ્કર બની ગયું હતું. જમ્બો બ્લોક સવારે સાડાસાત વાગ્યાથી ટ્રાફિક સરળ થશે, એવું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું હતું, પણ આઠ વાગ્યા છતાં ટ્રાફિક સરળ નહીં થયો.

આપણ વાંચો: મધ્ય રેલવેના મેગાબ્લોક દરમિયાન બેસ્ટ દોડાવશે વધારાની બસ

સવારે બ્લોક પૂરો થાય કે તાત્કાલિક ટે્રન પકડવા માટે સાડાસાત વાગ્યાથી પ્રવાસીઓની ભીડ ઊમટી પડી હતી. જોકે સાડાસાત વાગ્યે પણ ટે્રનવ્યવહાર પૂર્વવત્‌‍ ન થતાં સ્ટેશનો પર ભીડ વધવા લાગી હતી.

બોરીવલી અને અંધેરી સ્ટેશનો પર જાણે કીડીયારું જોવા મળ્યું હતું. શુક્રવારે રાતથી પશ્ચિમ રેલવે લાઈન પર મેઈન્ટેનન્સ અને રિપેરિંગના કામ માટે જમ્બો બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો.

જોકે સાડાસા વાગ્યે બ્લોક પૂરો થવાની એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી, પણ ટે્રનવ્યવહાર સાડાસાત વાગ્યે પૂર્વવત્‌‍ ન થતાં પ્રવાસીઓને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ રેલવેએ માહિમ અને બાંદ્રા લાઈન સ્ટેશન દરમિયાન પુલના પુનર્બાંધકામ માટે આ જમ્બો બ્લોક હાથ ધર્યો હતો.

આપણ વાંચો: રવિવારના મેગાબ્લોકમાંથી મુંબઇગરાને મળશે રાહત

પશ્ચિમ રેલવે પર ત્રણ દિવસજમ્બો મેગા બ્લોક’ની જાહેરાત કરવામાં આવી હતી. જમ્બો બ્લોક દરમિયાન પશ્ચિમ રેલવેની 330થી વધુ ટે્રનોને રદ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી રેલવે વિભાગે પહેલાં જ આપી હતી અને સ્ટેશનો પર આવી એનાઉન્સમેન્ટ કરવામાં આવતી હતી.

તેમ છતાં અમુક પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી કે અમને માહિતી જ નથી. શુક્રવારે રાતે અને શનિવારે સવારે 127 સબર્બ ટે્રનોને રદ કરવામાં આવી હતી. બીજી બાજુ 24મી જાન્યુઆરી રાતે 11 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી માહિમ અને બાંદ્ર સ્ટેશન દરમિયાન ફાસ્ટ ટે્રનો સ્લો ટે્રક પર દોડાવવામાં આવશે. હજી આ બ્લોક બે દિવસ ચાલવાનો છે. આથી રવિવારનો દિવસ પ્રવાસીઓને હજી ત્રાસ વેઠવો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button