આવતીકાલે ફરી પશ્ચિમ રેલવેમાં રહેશે નાઈટ બ્લોક, સેંકડો ટ્રેન રદ રહેવાથી પ્રવાસીઓને હાલાકી

મુંબઈઃ કાંદિવલી-બોરીવલી સેક્શન વચ્ચે છઠ્ઠી લાઇનના બાંધકામ સંબંધિત કાર્ય માટે પશ્ચિમ રેલ્વે 20/21 ડિસેમ્બર, 2025ની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી કુલ 30 દિવસનો બ્લોક લેવામાં આવ્યા છે, જે અંતર્ગત આવતીકાલના રાતના વિશેષ નાઈટ બ્લોક લેવાશે, પરિણામે અનેક ટ્રેન પર અસર થશે.
રેલવેની અખબારી યાદી અનુસાર આવતીકાલે રાતના કાંદિવલી ખાતે અપ ફાસ્ટ લાઇન પર પોઇન્ટ નંબર 103 દાખલ કરવા માટે એક મેગા બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ ફાસ્ટ લાઇન પર રાતના 12 વાગ્યાથી સવારના 05:30 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર 01:00 કલાકથી 04:30 કલાક સુધી રહેશે.
આપણ વાચો: રવિવારે બહાર નીકળતા પહેલા જાણી લેજો રેલવેના મેગા બ્લોક વિશે, નહીં તો…
બ્લોકને કારણે રાતના 93 અને સવારની 122 લોકલ ટ્રેન રદ રહેશે. મોડી રાતના અને વહેલી સવારના ટ્રેનો મળીને કુલ 200થી વધુ ટ્રેન રદ રહેશે, જેથી પ્રવાસીઓ માટે આગામી બે દિવસ હાલાકીના રહેશે.
ઉપરોક્ત બ્લોક અને પાંચમી લાઈનના સસ્પેન્શનને કારણે, કેટલીક ઉપનગરીય ટ્રેન સેવાઓ રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોનું નિયમન કરવામાં આવશે. આ બ્લોકથી પ્રભાવિત ટ્રેનોની વિગતવાર યાદી પરિશિષ્ટ I અને IIમાં આપવામાં આવી છે.



