પશ્ચિમ રેલવેમાં બોરીવલી-ભાયંદર વચ્ચે કાલે નાઈટ બ્લોક | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં બોરીવલી-ભાયંદર વચ્ચે કાલે નાઈટ બ્લોક


મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલ યંત્રણાના મેઈન્ટેનન્સ માટે આવતીકાલે પશ્ચિમ રેલવેમાં બોરીવલી અને ભાયંદર વચ્ચે નાઈટ બ્લોક રહેશે. શનિવારે રાતના બોરીવલી અને ભાયંદર રેલવે સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 12.30 વાગ્યાથી રવિવારે સવારના 4.30 વાગ્યા સુધી નાઈટ બ્લોક રહેશે.

આ બ્લોક દરમિયાન તમામ ટ્રેન વિરાર/વસઈ રોડથી બોરીવલી વચ્ચે સ્લો લાઈનમાં ડાઈવર્ટ કરવામાં આવશે. આ બ્લોક પછી રવિવારે દિવસ દરમિયાન પશ્ચિમ રેલવેમાં કોઈ બ્લોક રહેશે નહીં.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button